ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સચિવાલય ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી
અમિત શાહે આપેલી સુચનાના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી તેમજ ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ આજે સચિવાલય ખાતે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા તેમજ ડ્રેનેજના કામોની બારીક માહિતી મેળવી હતી.જેમાં શહેરના ખ-માર્ગ પર ચાલી રહેલી ડ્રેનેજ લાઇનનું કામ,નવી નંખાયેલી ડ્રેનેજ લાઇનનું જોડાણ કાર્ય, જુના સેક્ટરોમાં તૂટેલા રોડ રસ્તાઓ અને નગરજનોને થઈ રહેલી મુશ્કેલીઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી આ બાબતે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને પરિણામલક્ષી કાર્યવાહી કરાવવા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને સૂચન કર્યું હતું.