અમરનાથ યાત્રામાં ભકતોનો જમાવડો, 20 દિવસમાં 3.31 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
અમરનાથ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 20 દિવસમાં 3.31 લાખને વટાવી ગઈ છે. બુધવારે પણ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે. 3 જુલાઈએ અમરનાથ યાત્રા શરૂ થઈ હતી.
2837 યાત્રાળુઓનો બીજો સમૂહ રવાના થયો
અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે, આજે સવારે 118 વાહનોના બે એસ્કોર્ટેડ કાફલામાં 2837 યાત્રાળુઓનો બીજો કાફલો જમ્મુ શહેરથી રવાના થયો હતો. 49 વાહનોનો પહેલો કાફલો, જેમાં 1036 યાત્રાળુઓ હતા, સવારે 3:25 વાગ્યે બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. 69 વાહનોનો બીજો કાફલો, જેમાં 1801 યાત્રાળુઓ પહેલગામ બેઝ કેમ્પ જઈ રહ્યા હતા, સવારે 3:58 વાગ્યે રવાના થયો હતો.