અમેરિકા અને યુરોપિય સંઘ વચ્ચે ટેરિફ પર બની સહમતિ, વેપાર યુદ્ધ ટળ્યું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યૂરોપિય સંઘ વચ્ચે મોટી અને ઐતિહાસિક વેપાર સમજૂતી થઈ છે. આ સમજૂતીને ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવ્યો છે. જે બંને પક્ષો માટે મહત્ત્વનો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, સમજૂતી અંતર્ગત EU 600 અરબ ડોલરનું રોકાણ કરશે અને તમામ દેશોના વેપાર બજાર ખૂલી જશે તેમજ યૂરોપિય સંઘ ઉપર તમામ ક્ષેત્રમાં 15 ટકા ટેરિફ લગાવવામાં આવશે અને EU અમેરિકા પાસેથી શસ્ત્રોની ખરીદી પણ વધારશે.
કરાર વિશે બંને પ્રમુખોએ શું કહ્યું ?