Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપ: ઇલોન મસ્ક દ્વારા સ્ટારલિંક કીટની ઓફર

શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, વિશ્વએ મદદનો હાથ લંબાવ્યો છે. આ દરમિયાન, Xના માલિક ઇલોન મસ્કે પણ એક ઓફર કરી છે. તેમના મતે, આ આપત્તિના સમયે કોમ્યુનિકેશનમાં મદદ કરશે.

મસ્કે X પર શું લખ્યું ?

ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી થયેલા નુકસાન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. સ્પેસએક્સ ટીમ સંદેશાવ્યવહારની જરૂરિયાતો અને રાહત પ્રયાસોમાં મદદ કરવા માટે સ્ટારલિંક કિટ્સ પ્રદાન કરવા તૈયાર છે.

Gujarati

ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારત સરકારે મ્યાનમારને લંબાવ્યો મદદનો હાથ 

ભૂકંપગ્રસ્ત મ્યાનમારને ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપના આંચકાએ ભારે તબાહી મચાવી દીધી હતી. આ દુર્ઘટનામાં ઘણું જાનમાલનું નુકસાન થયું છે. ભારતે શનિવારે મ્યાનમારને 15 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી છે. ત્યાં આવેલા અનેક શક્તિશાળી ભૂકંપોમાં 144થી વધુ લોકો માર્યા ગયા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે.

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે,  "ઓપરેશન બ્રહ્મા શરૂ થઈ ગયું છે. ભારત તરફથી માનવતાવાદી સહાયનો પહેલો જથ્થો મ્યાનમારના યાંગોન એરપોર્ટ પર પહોંચી ગયો છે."

Gujarati

મહેસાણામાં મિત્રને હનીટ્રેપમાં ફસાવી 9 લાખ પડાવનારી ગેંગ ઝડપાઈ

મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને મિત્રને હનીટ્રેપમાં ફસાવી 8 લાખ પડાવનારી ગેંગને પોલીસે ઝડપી લીધી છે.

મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને તેના મિત્રને ઘરે ચા પીવા બોલાવીને તેમના ફોટા પાડી લઈ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 9 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 

Gujarati

જમ્મુ-કાશ્મીર: કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સુફિયાન જાખોલે ગામના વેલી હાઇટ્સમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા. તે જ સમયે જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના 3 સૈનિકો શહીદ થયા. આ કાર્યવાહીમાં ડેપ્યુટી એસપી બોર્ડર ધીરજ કટોચ અને આર્મી પેરા કમાન્ડો સહિત 7 સુરક્ષા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

આજે વહેલી સવારે સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે ફરી કાર્યવાહી શરૂ કરી. રવિવારે સાન્યાલ ગામમાં જોવા મળેલા આતંકવાદીઓ સફિયાન જાખોલે ગામના વેલી હાઇટ્સમાં કઠુઆ જિલ્લાના બિલ્લાવરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Gujarati

ISROનો SpaDEx મિશન અંતર્ગત રોલિંગ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ

ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO)એ અંતરિક્ષ ડોકિંગ પ્રયોગ - SpaDEx મિશનના એક ભાગરૂપે "રોલિંગ" પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

ISROના અધ્યક્ષ વી. નારાયણનના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં વિવિધ પરિસ્થિતિઓમાં અંતરિક્ષ ડોકિંગની જરૂર પડશે અને હાલના મિશન અંતર્ગત કેટલાક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.

Gujarati

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ

આજે શરૂઆતના કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. બજાર ખુલ્યા પછી, ખરીદીના ટેકાને કારણે થોડો ઉપરનો ટ્રેન્ડ જોવા મળ્યો, પરંતુ ટ્રેડિંગના પ્રથમ 10 મિનિટ પછી, બજારમાં વેચવાલી શરૂ થઈ, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં ડૂબી ગયા. સવારે 10 વાગ્યા સુધી ટ્રેડિંગ કર્યા પછી, સેન્સેક્સ અને નિફ્ટી 0.16 ટકાની નબળાઈ સાથે ટ્રેડ કરી રહ્યા છે.

Gujarati

અમદાવાદના ચાંદખેડામાં SUV કાર-AMTS બસ વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ

અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઓવરસ્પીડમાં જઈ રહેલી SUV કાર AMTS બસ સાથે ભટકાઈ હતી. જ્યાં એકનું એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે તો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની છે. મૃતકના મૃતદેહને પોલીસે પીએમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.

કારચાલક સ્પીડમાં કાર ચલાવતો હતો અને સ્ટિયરીંગ પર કાબુ ના રહેતા કાર લક્ઝરી બસ અને AMTS બસ વચ્ચે ફસાઇ ગઈ હતી. 

કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. કારચાલકે ચાંદખેડા BRTS બસ સ્ટેન્ડ પાસે એક બાઇકને પણ ટક્કર મારી હતી. 

Gujarati

ટ્રમ્પના કાર ટેરિફથી વૈશ્વિક બજારોમાં હલચલ, કંપનીઓના શેરમાં કડાકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયાતી કાર અને તેના ભાગો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાતથી વૈશ્વિક કાર ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે એશિયા, યુરોપ અને અમેરિકાના બજારોમાં મંદી જોવા મળી હતી. અનેક ઑટોમેકર્સના શેર્સના ભાવમાં ઘટાડો થયો.

Gujarati

ગાઝામાં ઇઝરાયલી હુમલામાં 40થી વધુ લોકોના મૃત્યુ

મધ્ય ગાઝાના એક બજારમાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 7 પેલેસ્ટિનિયનોના મૃત્યુ થયા છે. યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં થયેલા હુમલાઓમાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ચેતવણી આપી છે કે ગાઝામાં હજારો પેલેસ્ટિનિયનો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની યુએન એજન્સી (UNRWA) કહે છે કે, ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી કોઈ સહાય એન્ક્લેવ સુધી પહોંચી નથી.

Gujarati

નડિયાદમાં દિવ્યાંગજનો માટે યોજાઈ ક્રિકેટ મેચ

નડિયાદમાં ડુમરાલ પાસે જે.ડી.પટેલ મેદાનમાં એક અનોખી ક્રિકેટ મેચ યોજાઈ હતી.

નેક્સેસ ગ્રૂપના ધર્મેશભાઈ પટેલ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલના સહકાર અને સૌજન્યથી યોજાયેલી દિવ્યાંગજનો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલ ચૅર પર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply