હાથશાળના વણકરોને ટેકો આપવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે પરિવર્તનકારી યોજનાઓ અમલમાં મૂકી
હેન્ડલૂમ સોસાયટીઓના ઉત્થાન માટેના સતત પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પેકેજ સ્કીમ અમલમાં છે. આ પહેલ સહકારી કાયદા હેઠળ નોંધાયેલી ઔદ્યોગિક સહકારી મંડળીઓને ટેકો આપે છે, જે અંતર્ગત હેન્ડલૂમ પ્રોડક્ટ્સ એટલે કે હાથશાળ ઉત્પાદનોના વેચાણ પર વળતર સહાય આપવામાં આવે છે. વર્ષ 2024-25ની વાત કરીએ, તો આ યોજના હેઠળ રાજ્યની 246થી વધુ હેન્ડલૂમ કૉઓપરેટિવ સોસાયટીઓ (હાથશાળ સહકારી મંડળીઓ)એ લાભ મેળવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ₹290 કરોડથી વધુ મૂલ્યની હેન્ડલૂમ પ્રોડક્ટ્સનું વેચાણ થયું છે. આ દર્શાવે છે કે ગુજરાતમાં હેન્ડલૂમ સેક્ટરનો સતત વિકાસ થઈ રહ્યો છે.