રક્ષાબંધન નિમિતે બહેનો માટે BRTSમાં નિઃશુલ્ક મુસાફરી - અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા 9 ઑગસ્ટે વિશેષ વ્યવસ્થા
તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા એક સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. BRTSમાં રક્ષાબંધનના દિવસે એટલે કે 9 ઑગસ્ટના રોજ સવારના 6:00 વાગ્યાથી રાત્રિના 10:45 વાગ્યા સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.