આયુષમાં AIના ઉપયોગ અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલમાં કરવામાં આવી ભારતની પ્રશંસા
તેને એક ઐતિહાસિક અને અગ્રણી પગલું ગણાવ્યું છે. WHO એ તેના પ્રથમ ટેકનિકલ રિપોર્ટ "Mapping the Application of AI in Traditional Medicine" માં ભારતના પ્રયાસોને વૈશ્વિક ધોરણ તરીકે માન્યતા આપી છે. આ અહેવાલ ભારતના પ્રસ્તાવ પર તૈયાર કરવામાં આવ્યો છે અને આયુષ (આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, સિદ્ધ, સોવા રિગ્પા અને હોમિયોપેથી) માં ટેકનોલોજીના અસરકારક ઉપયોગ વિશે વિગતવાર સમજાવે છે.