Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ભારતનું કુલ ગ્રીન કવર 25.17 ટકા થયુ

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા- FSI 2023ના અહેવાલ મુજબ ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ  241.29 ચો.કિ.મીના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત આ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે, તેમ વન વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં  FSI-2023ના અહેવાલ પ્રમાણે વર્ષ 2021માં ગુજરાતમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એમ બંને મળીને કુલ ટ્રી કવર 2.80 ટકા હતું, જે વર્ષ 2023માં વધીને  3.38 ટકા થયું હતું.

Gujarati

વિધાનસભા પોડિયમમાં સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીને જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વિચારક અને શિક્ષણવિદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રખર રાષ્ટ્રવાદી સ્વર્ગસ્થ શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમ ખાતે સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી અને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.

Gujarati

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામ ટેસ્ટનો અંતિમ દિવસ, ભારતને 7 વિકેટની જરૂર

ભારત સાથેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડ આજે રવિવારે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 72 રનથી આગળ વધશે. બર્મિંગહામમાં ઇંગ્લેન્ડને જીતવા માટે હજુ 536 રનની જરૂર છે. ઓલી પોપ 24 રન અને હેરી બ્રુક 15 રન સાથે ક્રીઝ પર છે. ભારતે છ વિકેટે 427 રન પર પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો અને યજમાન ટીમને 608 રનનો લક્ષ્યાંક આપ્યો.પ્રથમ ઇનિંગમાં ભારતના 587 રનના જવાબમાં, ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 407 રન જ બનાવી શકી.

ગિલે કોહલીનો રેકોર્ડ તોડ્યો, ટેસ્ટમાં 430 રન ફટકાર્યા

Gujarati

PM મોદીએ અષાઢી એકાદશીની શુભેચ્છા પાઠવી, માંગ્યા આશીર્વાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​રવિવારે અષાઢી એકાદશી પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. દેશભરના લોકો રવિવારે અષાઢી એકાદશી એટલે કે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુની ભક્તિ અને પૂજામાં ડૂબેલા છે. આ ખાસ પ્રસંગે, પ્રધાનમંત્રી મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બધા માટે સુખ અને સમૃદ્ધિની કામના કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું ?

Gujarati

રાજ્યમાં સિઝનના 40 ટકાથી વધુ વરસાદને કારણે જળાશયો પાણીથી ભરપૂર

ચોમાસાની ઋતુની રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ભારે વરસાદને પગલે સિઝનનો 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 40 ટકાથી વધુ વરસાદને પડવાને કારણે રાજ્યના જળાશયો પાણીથી ભરપૂર થઈ ચૂક્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 47.13 ટકા પાણીનો સંગ્રહ થયો છે તો રાજ્યના 206 જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ 52 .19 ટકા સુધી પહોંચી ગયો છે. તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 36,507 ક્યુસેક થઈ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 320.94 ફૂટ પર છે. ડેમમાંથી પાણીની જાવક 800 છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

Gujarati

રાજ્યના 204 તાલુકામાં વરસ્યો વરસાદ, અરવલ્લીના ભીલોડામાં સૌથી વધુ 6.5 ઈંચ

રાજ્યમાં ચોમાસું જામતા સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વધતાં -ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે તાપીના વ્યારા અને દોલવણમાં  સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.. જ્યારે દક્ષિણ ગુજરાત અને દ્વારકાના કુલ 9 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

કયાં-ક્યાં જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું ?

Gujarati

ટેક્સાસમાં પૂરને લીધે 15 બાળકો સહિત 43ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ US સરકાર અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમેરિકાના ટેક્સાસમાં અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયા છે અને 27 બાળકો ગુમ થયા છે. મૃતકોમાં 15 બાળકોનો સમાવેશ થાય છે. શુક્રવારે વહેલી સવારે એક કલાકમાં ગ્વાડેલુપ નદીનું પાણીનું સ્તર 26 ફૂટથી વધુ થઈ ગયું હતું, જેના કારણે ઘરો અને સમર કેમ્પમાં રહેતા લોકોને સૌથી વધુ અસર થઈ હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું ?

Gujarati

પ્રધાનમંત્રી મોદીનું રિયો ડી જાનેરોમાં ભવ્ય સ્વાગત, 'ઓપરેશન સિંદૂર'ની ખાસ પ્રસ્તુતિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસની મુલાકાતે બ્રાઝિલ પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને રાજ્ય મુલાકાત પણ લેશે. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પ્રધાનમંત્રી મોદીનું આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

'ઓપરેશન સિંદૂર'ની ખાસ પ્રસ્તુતિ

Gujarati

નીરજ ચોપરાએ 'NC ક્લાસિક 2025'નો ખિતાબ જીત્યો, 86.18 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું

ભારતના ગોલ્ડન બોય અને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ શનિવારે પોતાના નામે યોજાયેલી પ્રથમ 'નીરજ ચોપરા ક્લાસિક' ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી અને ટાઇટલ જીત્યું. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં નીરજ ચોપરાએ 86.18 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

Gujarati

PM મોદીને બ્યુનોસ એરેસમાં 'કી ટુ ધ સિટી' નામનું વિશેષ સન્માન એનાયત

આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શનિવારે (સ્થાનિક સમય મુજબ) એક ખાસ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 'કી ટુ ધ સિટી'  નામનું વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું, જે ભારત અને આર્જેન્ટિના વચ્ચેની ગાઢ મિત્રતા અને વિશ્વાસનું પ્રતીક છે. આ સન્માન તેમને બ્યુનોસ એરેસ શહેર સરકારના વડા જોર્જ મેક્રી દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ સન્માન વિશ્વની એવી પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવે છે, જેઓ કોઈ શહેર સાથે ખાસ સંબંધ સ્થાપિત કરે છે અથવા તે શહેરમાં સાંસ્કૃતિક, રાજકીય અથવા આર્થિક સંબંધો વધારે છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
apply