અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન મહાદાનની અવિરત યાત્રા
અંગદાન થકી જરૂરિયાતમંદને નવજીવન એ દિશામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મીઓ નિષ્ઠાપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. તા. 29 જુનના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 198મું અંગદાન થયું છે. આ અંગે વધુ માહીતી આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે,પશ્ચિમ બંગાળના ઉતર દિનાજ્પુરના રહેવાસી ગોલાપીબેન બિષ્વાસને હ્રદયની તકલીફ હતી. જેની સારવાર માટે રતલામ જે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં તારીખ 23-05 -2025 ના રોજ વધુ તબીયત બગડતા સીટી સ્કેન કરાવતા મગજમાં હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું.ત્યારબાદ તેમને તા.25-06-2025 ના રોજ વધુ સારવાર અર્થે પરીવારજનો સિવિલ હોસ્પિટલ, અમદાવાદ લઇ આવ્યા હતા.