Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને RTO સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા, કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવાનો હતો.

Gujarati

ગુજરાતમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-GBRC દ્વારા આ પ્રોજેક્ટનું અમલીકરણ થશે

ગુજરાતમાં આદિજાતિ વિસ્તારના નાગરિકોના આરોગ્યને વધુ તંદુરસ્ત બનાવવાં માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે તેમ સંવાદમાં સહભાગી થતા આદિજાતિ મંત્રી ડો. કુબેર ડીંડોરે જણાવ્યું હતું.  

Gujarati

વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી ગોત્રી સેવાસી સિંધરોટ રોડનો કાયાકલ્પ

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગોત્રી સેવાસી સિંધરોટ રોડ પર આશરે છ કિલોમીટરનો એવો પટ્ટો હતો, જે ભૌગોલિક સ્થાનને લીધે વરસાદી પાણી ભરાવાથી દર વર્ષે ક્ષતિગ્રસ્ત થતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આ પટ્ટાને વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી નવનિર્મિત કરવાનો નિર્ણય લેવાયો. લાંબા ગાળાના નિવારણ અને ટકાઉપણાને ધ્યાનમાં રાખીને 5.95 કિ.મી આશરે છ કિમીના વ્હાઈટ ટોપિંગ રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હાલમાં પૂર્ણતાના આરે છે.

Gujarati

માર્ગો,પુલો,એપ્રોચ-બાયપાસના રૂ.401 કરોડથી વધુના ચાર મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ

રાજ્યભરમાં ભારે વરસાદથી પ્રભાવિત રસ્તાઓ અને પુલોનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે, નવા પુલોનું નિર્માણકાર્ય ચાલુ છે અને એ ઉપરાંત રાજ્ય સરકાર નવીન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા  નાગરિકોના રોજિંદા પરિવહનને સરળ, સુરક્ષિત અને ઝડપી બનાવવા પ્રયાસરત છે. દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા વિકાસ પ્રકલ્પો આ પ્રયાસોનાં જીવંત ઉદાહરણ છે. આ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ થકી દક્ષિણ ગુજરાતમાં વિકાસ અવિરત ગતિએ આગળ વધી રહ્યો છે. માર્ગો, પુલો, એપ્રોચ-બાયપાસના રૂ. 401 કરોડથી વધુના મહત્ત્વપૂર્ણ ચાર વિકાસ પ્રકલ્પો પર નજર કરીએ. 

પૂર્ણા નદી પુલ: દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે સુગમ પરિવહન

Gujarati

52,000 મેટ્રિક ટન સ્ટોરેજ ક્ષમતા ધરાવતો નવો હોટ મિક્સ પ્લાન્ટ અમદાવાદના રસ્તા માટે ગેમચેન્જર

ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા અમદાવાદ મહાનગરપાલિકા સતત કાર્યશીલ રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપળજ ખાતે સંચાલિત અદ્યતન હોટમિક્સ પ્લાન્ટ એક એવી જગ્યા છે,જ્યાં શહેરના દરેક રસ્તાની તૈયારીની પાછળની મહેનત છુપાયેલી છે.

Gujarati

કેપ્ટન શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, પ્રધાનમંત્રી મોદીએ ખુશી કરી વ્યક્ત 

23 કલાકની મુસાફરી પછી, ડ્રેગન અવકાશયાન કેલિફોર્નિયાના સમુદ્રમાં ઉતર્યું. ચાર અવકાશયાત્રીઓ ગઈકાલે સાંજે ISS થી પૃથ્વી પર રવાના થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેપ્ટન શુભાંશુ શુક્લાના સુરક્ષિત વાપસી પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે અવકાશથી પૃથ્વી પર પાછા ફરવાની આ યાત્રાને એક સીમાચિહ્નરૂપ ગણાવી છે.

Gujarati

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અમદાવાદ શહેરમાં રોડ રિપેરીંગ કામગીરીનું કર્યું નિરીક્ષણ

આ ખાસ અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સૂચના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં પેચવર્ક, સમારકામ, ડામર, લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Gujarati

પદ્મ પુરસ્કારો-2026 માટે નામાંકન 31 જુલાઈ, 2025 સુધી ખુલ્લું રહેશે

પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2025 છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન/ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઈન પ્રાપ્ત થશે.પદ્મ પુરસ્કારો, જેમ કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954માં સ્થાપિત આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કરવામાં આવે છે.

Gujarati

વનતારા અને ગુજરાત વન વિભાગ બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવ વૈવિધ્ય જાળવવામાં સહાયરૂપ

ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવ્યા છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ્ય એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોમાંના એક એવા બન્નીમાં જૈવવિવિધતાને મજબૂત કરવાનો છે.

Gujarati

રાજભવનમાં લેડી ગવર્નર દર્શનાદેવીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું અને વૃક્ષારોપણનું આયોજન

દર્શના દેવીજીએ રાજભવન પરિસરમાં બીલીપત્રનું વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે વહેલી સવારે રાજભવનના પ્રાંગણમાં યજ્ઞશાળામાં યજ્ઞ કરીને સમસ્ત સમાજના સ્વાસ્થ્ય માટે પર્યાવરણ શુદ્ધિ માટે તથા લોકમંગલ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સમગ્ર રાજભવન પરિવારે લેડી ગવર્નર દર્શનાદેવીજીને શુભકામનાઓ પાઠવી હતી. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
apply