વૈષ્ણો દેવી ભૂસ્ખલન પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, સહાયનું આપ્યું આશ્વાસન
મંગળવારે ભારે વરસાદ વચ્ચે શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર અર્ધકુવારી નજીક પહાડી પરથી પથ્થરો અને કાટમાળ પડવાથી આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે હાલમાં શ્રી માતા વૈષ્ણો દેવીની યાત્રા રોકી દેવામાં આવી છે.