ભારત-પાક યુદ્ધ વિરામથી શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1900 પોઈન્ટને પાર
ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામને પગલે ભારતીય શેરબજારમાં ફુલ ગુલાબી તેજી જોવા મળી રહી છે. સોમવારે સેન્સેક્સમાં 2200 આંક જ્યારે નિફ્ટીમાં 700 આંકની તેજી જોવા મળી રહી છે. હાલ સેન્સેક્સ 2 હજાર 265ના વધારા સાથે 81 હજાર 719ની આસપાસ જ્યારે નિફ્ટી 700 અંકના વધારા સાથે 24 હજાર 708ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. કારોબારમાં સોમવારે રિયલ્ટી અને મેયલના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. ઉપરાંત સોમવારે અદાણી પોર્ટસ, જીયો ફાઈનાન્સ, શ્રી રામ ફાઈનાન્સના શેર ટોપ ગેનર્સ જ્યારે સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક ટોપ લુઝર્સ રહ્યા.