ભારતમાં વન વિસ્તારમાં વધારો નોંધાયો, વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ
છેલ્લા કેટલાક વર્ષોમાં વન વિસ્તારમાં વધારો નોંધાયેલો વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ગુરુવારે જાહેર કરાયેલા SBI સંશોધન અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ૧૯૯૧ થી ૨૦૧૧ સુધી ભારતનું વન આવરણ સ્થિર રહ્યું, પરંતુ ત્યારબાદ તેમાં વધારો જોવા મળ્યો છે.SBIના અહેવાલ મુજબ, "શહેરીકરણ અને વન આવરણ વચ્ચેનો સંબંધ U-આકારનો છે... પ્રારંભિક તબક્કાનું શહેરીકરણ વનનાબૂદી તરફ દોરી જાય છે, પરંતુ જેમ જેમ શહેરીકરણ આગળ વધે છે તેમ તેમ શહેરી હરિયાળી, વન સંરક્ષણ કાર્યક્રમો અને ટકાઉ જમીન ઉપયોગ આયોજન જેવી નીતિઓ વધે છે, જેના પરિણામે આખરે વન આવરણમાં વધારો થાય છે."ભારતમાં શહેરીકરણ ઝડપથી થઈ રહ્યું છે.