રાજકોટ ડિવિઝનના નવા બનેલા 6 રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદી કરશે ઈ-લોકાર્પણ, જાણો ક્યારે
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ ડિવિઝનના 6 સ્ટેશનોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના કુલ 17 સ્ટેશનોનું પુનર્વિકાસ થઈ રહ્યું છે. જેમાં કુલ 6 સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથળી, હાપા અને મોરબીનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે.
6 સ્ટેશનોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઈ-લોકાર્પણ