છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોએ 27 નક્સલીઓને ઠાર માર્યા, પીએમ મોદીએ કરી પ્રશંસા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @narendramodi પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, "આ નોંધપાત્ર સફળતા માટે આપણા દળો પર ગર્વ છે. આપણી સરકાર માઓવાદના ખતરાનો નાશ કરવા અને આપણા લોકો માટે શાંતિ અને પ્રગતિનું જીવન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે."