છત્તીસગઢના બીજાપુરમાં નક્સલ વિરોધી ઓપરેશનને મોટી સફળતા, 24 નક્સલીઓનુ આત્મસમર્પણ
આ આત્મસમર્પણ કરનારા નક્સલીઓએ હવે હિંસા છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. આ માઓવાદીઓમાં PLGA કંપની નં.2 ડેપ્યુટી કમાન્ડર, માડ ડિવિઝન કંપની નં.7 PPCM, ACM/PPCM, LOS કમાન્ડર, CNM પ્રમુખ, KMS પ્રમુખ અને KKBN ડિવિઝન પાર્ટી સભ્ય જેવા ઘણા ઉચ્ચ કક્ષાના નેતાઓનો સમાવેશ થાય છે. આ બધા ઘણા સમયથી બીજાપુર, સુકમા અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતા અને ઘણી નક્સલવાદી ઘટનાઓમાં સામેલ રહ્યા છે.બીજાપુરના પોલીસ અધિક્ષક ડૉ. જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને આ નક્સલીઓએ આ પગલું ભર્યું છે.