દીવમાં આજથી ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ, 1 હજારથી વધુ એથલિટ લેશે ભાગ
ખેલો ઇન્ડિયા પહેલ અંતર્ગત આજથી ભારતના સમુદ્ર તટો પર પ્રથમ ખેલો ઇન્ડિયા "બીચ ગેમ્સ"ની શરૂઆત થશે. જેમાં દેશભરમાંથી એક હજારથી વધુ એથ્લીટસ ભાગ લેશે. આ ગેમ્સની શરૂઆત કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા કરાવશે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પ્રથમ આવૃત્તિ તારીખ 19થી 25 મે 2025 દરમિયાન કેન્દ્રશાષિત પ્રદેશ દીવમાં યોજાશે. દેશભરમાં પાયાના સ્તરે રમતગમત અને રમતવીરોના વિકાસને મજબૂત બનાવવાના એક મહત્ત્વપૂર્ણ પગલામાં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયએ ખેલો ઇન્ડિયા પહેલ હેઠળ એક વ્યાપક વાર્ષિક કેલેન્ડર શરૂ કર્યું છે.