જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત
Live TV
-
ભારતનાં પ્રવાસે આવી ચૂકેલા કિંગ દ્વિતીય તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. જોર્ડનના રાજાએ ઇસ્લામ ધર્મનો પાયો એટલે એક દુનિયા એક પરિવાર છે એમ જણાવતા સમગ્ર ઇસ્લામ ધર્મ ક્ષમા અને કૃપા પર નિર્ભર રહ્યો હોવાનું જણાવ્યું હતું
ભારતનાં પ્રવાસે આવી ચૂકેલા કિંગ દ્વિતીય તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. જોર્ડનના રાજાએ ઇસ્લામ ધર્મનો પાયો એટલે એક દુનિયા એક પરિવાર છે એમ જણાવતા સમગ્ર ઇસ્લામ ધર્મ ક્ષમા અને કૃપા પર નિર્ભર રહ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જ વાતને ભારતની ભૂમિ વસુધેવ કુટુંબકમ તરીકે ઓળખે છે એમ જણાવ્યું હતું. ભારતમાં તમામ ધર્મોનો વિકાસ થયો છે અને સર્વધર્મ સમભાવ પર નભે છે એમ જણાવ્યું હતું. વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિ છે. ભારતના પ્રવાસે આવેલા જોર્ડન કિંગનું રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત રીતે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું.