આજે હનુમાન જયંતી પર્વની રાજ્ય સહિત દેશભરમાં થઈ રહી છે ઉજવણી
સાળંગપુર હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે મંગળા આરતી બાદ દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો, 251 કિલોની કેક ધરાવીને સંતોએ દાદાનો જયઘોષ કર્યો, વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને શીશ ઝુકાવી પ્રાર્થના કરી તો 400 ભક્તોએ ભવ્ય મારુતિ યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર કર્યા. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા.
દીવમાં હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ. દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, સવારે મહાઆરતી બાદ મહાપ્રસાદ અને ભજન કીર્તનનું આયોજન કરાયું.