નવરચિત શામળાજી તાલુકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો વિકાસ ઉત્સવ
રાજ્ય સરકારે તાજેતરમાં શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા પછીનો મુખ્યમંત્રીનો આ પ્રથમ કાર્યક્રમ શામળાજી મહોત્સવ સમગ્ર અરવલ્લી જિલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો હતો. મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લાને પાછલા ત્રણ વર્ષમાં રૂ. 1232 કરોડના વિકાસ કામો રાજ્ય સરકારે મંજૂર કર્યા છે તેની વિગતો આપતા કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેવાડાના વિસ્તારો, વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વિકાસ કામોમાં નાણાંની કમી ક્યારેય પડવા દીધી નથી.પ્રધાનમંત્રીએ ધાર્મિક, ઐતિહાસિક સ્થળોની દિવ્યતા-ભવ્યતા જાળવીને આધુનિક વિકાસનો અભિગમ “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રથી સાકાર કર્યો છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.