વલસાડ જિલ્લામાં 1835 ટીમ દ્વારા આજથી 14 દિવસ સુધી “રક્તપિત્ત દર્દી શોધ અભિયાન”નો પ્રારંભ
14 દિવસનાં આ અભિયાન દરમ્યાન આશાની ટીમ ઘર-ઘર જઇને ઘરના દરેક સભ્યોની રક્તપિત્ત રોગ માટે તપાસ કરશે. સૌના સહકારથી જ સૌ રક્તપિત્ત રોગને ચોક્કસપણે શીતળા અને પોલીયો રોગની જેમ નાબૂદ કરી શકાશે. આરોગ્ય કર્મચારીને સહકાર આપી આ અભિયાનની સફળતાના ભાગીદાર બનશો. ગત વર્ષે 2025-26 LCDC દરમ્યાન કુલ 200 નવા દર્દી શોધવામાં સફળતા મળી હતી. હાલ વલસાડ જિલ્લામાં રક્તપિત્ત રોગનું પ્રમાણદર દર 10 હજાર વસ્તી દીઠ 1.01 નોંધાયેલું છે. વધુ માહિતી માટે જિલ્લા રક્તપિત્ત કચેરી,સિવિલ હોસ્પિટલ કેમ્પસ. વલસાડનો ફોન નં.- 02632- 243710 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.