રોગાન કળાને જીવંત રાખનાર કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટ માસ્ટર પદ્મશ્રી અબ્દુલભાઇ ખત્રી
350થી વર્ષથી ચાલી આવતી પર્શિયન મૂળની પરંપરાગત રોગાન કળા વર્ષ 1980ના દાયકામાં મરણ પથારીએ અંતિમ શ્વાસ લઇ રહી હતી... કચ્છના સરહદી ગામ નિરોણામાં જે ખત્રી પરિવારોએ તેમની ગોદમાં આ કળાને 7 પેઢીથી ઉછેરીને મહેકાંવી હતી, તે હવે સમયની થપાટ સામે હારી જવાની આરે હતી. આ કળાને એક બાળકની જેમ પોતાની આંગળીના ટેરવે લાડ લડાવનાર ખત્રી પરિવારના મોભી હાસમભાઇનું દિલ રોગાન કળા ગમે ત્યારે બંધ કરવી પડશે તેવી નોબત જોઇ કકળી ઉઠતું હતું. તેમણે મનમાં ઠાની લીધું કે, ગમે તે થાય તે પરિવારની આ વિરાસતને લુપ્ત થવા નહીં દે !!