બારડોલીમાં ભયાનક અકસ્માત: બે સરકારી બસ વચ્ચે ધડાકાભેર ટક્કર બાદ ભીષણ આગ, 5 થી વધુના મોત
એક ટેન્કર પલટી મારતા તેને બચાવવા જતાં મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી બસો સામસામે અથડાતા 5 થી વધુ મુસાફરોના કરૂણ મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.ઘટનાક્રમ મુજબ, હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ ટેન્કર સાથે અથડામણ ટાળવા જતાં પાછળથી આવતી એક સરકારી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જઈને સામેથી આવતી અન્ય એક સરકારી બસ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બસ પલટી ગઈ હતી.