સરકારના સુધારાથી વિશ્વાસ વધ્યો,રોજિંદી જિંદગી બની સરળ: પ્રધાનમંત્રી મોદી
'MyGovIndia' ના એક્સ (X) હેન્ડલ પર શેર કરવામાં આવેલી એક પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે લાખો લોકોને સશક્ત બનાવવાની દિશામાં સતત કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, "અમારી સરકાર 'ઇઝ ઓફ લિવિંગ' (જીવનની સુગમતા) ને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં અમારું સુધારા અભિયાન વધુ ઉત્સાહ સાથે આગળ વધશે."માયગવઈન્ડિયા હેન્ડલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં જણાવાયું છે કે, સુધારાની અસલી કસોટી એ છે કે તેનાથી લોકોનો તણાવ ઓછો થયો છે કે નહીં. વર્ષ 2025માં શાસન વ્યવસ્થામાં સ્પષ્ટ બદલાવ જોવા મળ્યો છે, જ્યાં સુધારાઓનો ફોકસ જટિલ પ્રક્રિયાઓને બદલે પરિણામો પર રહ્યો છે.