રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ‘ગ્રામ કલ્યાણ’ માટે ટ્રેન પ્રવાસ: અમદાવાદથી ભરૂચ સુધીની સફર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપવામાં આવેલા આર્થિક આત્મરક્ષાના મંત્રને ચરિતાર્થ કરતા રાજ્યપાલએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ભરૂચ જિલ્લાના બે દિવસીય પ્રવાસે જવા માટે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેન મારફત મુસાફરી કરી હતી.