ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમનું આયોજન
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતના ગૌરવશાળી વારસાથી વૈજ્ઞાનિક અને સચોટ રીતે માહિતગાર કરવા માટે કુશળ ગાઈડ્સ તૈયાર કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક નાગરીકે પ્રવાસન નિગમની વેબસાઈટ https://gujarattourism.com/forms/guide-tourist.html પર તા. 23 મે 2026 સુધી અરજી કરવાની રહેશે.