સોલા સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી ઉત્તરપ્રદેશની દીકરીનું પિતા સાથે થયું ભાવુક મિલન
ગત 30 માર્ચ, 2026ના રોજ 181 મહિલા હેલ્પલાઈન દ્વારા આ 18 વર્ષીય યુવતી આયશા(નામ બદલેલું છે.)ને સોલા સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે આશ્રય માટે લાવવામાં આવી હતી. શરૂઆતમાં આયશા એટલી ડરેલી હતી કે કાઉન્સેલિંગના અનેક પ્રયત્નો છતાં તે કંઈ પણ બોલવા તૈયાર નહોતી. તેની આંખોમાં અજાણ્યા શહેરનો ભય અને મનમાં ઉંડી વેદના સ્પષ્ટ દેખાતી હતી.મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ આ કપરી પરિસ્થિતિમાં આયશાને એક પરિવાર જેવો સ્નેહ આપવાનું નક્કી કર્યું. સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે આયશા માટે ઘર જેવો જ માહોલ ઉભો કર્યો અને તેની સાથે સતત સંવાદ સાધતા રહ્યા.