ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની બેચના 8 પ્રોબેશનરી IAS ઓફિસર્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે
આ અજમાયશી IAS અધિકારીઓ મસુરીની લાલ બહાદુર શાસ્ત્રી વહીવટ અકાદમીમાં ફાઉન્ડેશન કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત કેડરમાં અધિક સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત થયા છે તેમને બાવન સપ્તાહની જિલ્લા તાલીમ માટે બનાસકાંઠા, ભરૂચ, અમરેલી, કચ્છ, પંચમહાલ, ગોધરા, વલસાડ, રાજકોટ અને મહીસાગર જિલ્લા ફાળવવામાં આવ્યા છે.