Skip to main content
Settings Settings for Dark

ગુજરાત

Live TV

X

જળ સંચય અભિયાનનાં કામોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે પોતાના નિવાસ સ્થાનેથી રાજ્યના છ જિલ્લામાં ચાલી રહેલાં જળ અભિયાન કામોની સમીક્ષા કરી હતી. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી ચાલુ રાખી રાજ્યનાં તમામ તળાવો ઊંડાં કરી આવનારી પેઢીને પચાસ વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતાં ગ્રામજનો તથા ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગિતા અંગે પ્રતિસાદ આપવા પણ હાકલ કરી હતી. જળસંચય અભિયાન અંતર્ગત પ્રથમ વખત મુખ્યમંત્રીએ ટૅક્નૉલૉજી માધ્યમથી આગેવાનો સાથે સંવાદ યોજ્યો હતો.

Gujarati

ડાંગના 50 જેટલા ખેડૂતોને મળી સ્ટ્રોબેરીની ખેતીમાં સફળતા

ડાંગમાં બાગાયતી ખેડીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંના ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે. 

Gujarati

દિલ્હી સહિતના અનેક વિસ્તારો આંધી તોફાન જ્યારે ગુજરાત સૂરજના આકરા તાપમાં અટવાયું

ગ્લોબલ વોર્મિંગની અસર તથા પ્રદૂષણના કારણે કુદરત પોતાના મિજાજ બદલે છે. દિલ્હી સહિતના અનેક વિસ્તારો આંધી તોફાનમાં લપેટાયા છે ત્યારે આખું ગુજરાત સૂરજના આકરા તાપમાં અટવાયું છે. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે અને તાપમાન ડિગ્રીના આંકડાઓમાં વધતું ચાલ્યું છે. હજુ થોડા દિવસો સુધી ગરમીનો પારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. સાથે જ ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુઓ, તથા વૃદ્ધોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. માત્ર અમદાવાદમાં જ રોજના સંખ્યાબંધ લોકો ડિહાઇડ્રેશનના કારણે મૂર્છિત થાય છે.

Gujarati

ઢોળાવમાંથી પાણી વહી ન જાય તે માટે વિશેષ પદ્ધતિથી જળસંચય

વલસાડના ઢોળાવ અને ડુંગરા ધરાવતા વિસ્તારમાંથી ચોમાસાનું પાણી વહી ન જાય તે માટે વિશેષ પદ્ધતિ કન્ટુર ટ્રેન્ચ દ્વારા જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનથી જળ સંચય કરવાને કારણે પાણીની અછતનું તો નિવારણ થશે ,સાથે સાથે જંગલોની વૃદ્ધિમાં પણ આ પદ્ધતિ મહત્વનો ભાગ ભજવશે. જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે આ અંગે જણાવ્યું હતું ,કે વલસાડના કપરડામાં સૌથી વધુ વરસાદ થાય છે. ત્યારે ચોમાસાના ચાર મહિનામાં ધરમપુર અને કપરાડા જેવા પહાડી વિસ્તાર માટે ,આ વિશેષ પદ્ધતિ દ્વારા જળસંચયની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેન્ચ પદ્ધતિ દ્વારા પાણી નાના નાના ખાડામાં ભરાઈ રહે છે અને જળસ્તર ઉંચું આવે છે.

Gujarati

તળાવો ઊંડા કરવાના કાર્યોનું નિરીક્ષણ કરતાં વિભાવરી દવે

રાજ્યમાં ચાલી રહેલા સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિવિધ ગામોમાં તળાવો ઊંડા કરવાના કાર્યનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તળાવો ઊંડા કરવાના કારણે 1500 ઘનમીટર માટી નીકળશે જેનો ઉપયોગ જનહિતાર્થે કરવામાં આવશે. સુજલામ સુફલામ યોજના હેઠળ થનારા કામો પૈકી ભાવનગરમાં 518 કામો થશે. જિલ્લાના તળાવો, ચેકડેમ, વનતલાવડીમાં જન સંગ્રહની ક્ષમતા વધારવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે. રાબાની કાંસનું તળાવ ઊડું ઊતારવામાં આવી રહ્યું છે, જે પૈકી આશરે 24.96 લાખના ખર્ચે આ કામ પૂર્ણ કરાશે.

Gujarati

ખાનગી શાળામાં ભણાવવાનો મોહ રાખતા વાલીઓ માટે સરકારી શાળામાં અભ્યાસ કરનાર સત્યેનની સિદ્ધિ ઉદાહરણરૂપ

જે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાં ભણાવવાનો મોહ રાખતા હોય તેમની દિશા સરકારી શાળાના અભ્યાસ તરફ દિશા સૂચવતો પરિવાર મોરબીના ભરતભાઈ પંચોલીનો છે. ભરતભાઈએ પોતે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો અને તેમના દીકરા સત્યેને પણ સરકારી શાળામાં જ અભ્યાસ કરીને તાજેતરમાં ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં 81. 24 ટકા સાથે 93.21 પીઆર અને ગુજકેટમાં 95. 30 પીઆર મેળવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સત્યેને જણાવ્યું હતું કે ખાનગી શાળાની મસમોટી ફી ભરવાને બદલે સરકારી શાળામાં માત્ર રૂપિયા 240 ફી અને નજીવા ખર્ચમાં તેણે ગુણવત્તાસભર અભ્યાસ કર્યો છે.

Gujarati

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ઇ-વે બિલ પ્રણાલિનો પ્રારંભ

માલસામાનની એકથી બીજા રાજ્યમાં હેરફેર માટે ઇ-વે બિલ પ્રણાલિ આજથી ગુજરાત, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગણા અને ઉત્તર પ્રદેશમાં અમલી બનશે. 

નાણા ખાતા મુજબ, આ રાજ્યોમાં ઇ-વે બિલ પ્રણાલિ લાગુ થતાં જ ધંધા-ઉદ્યોગોમાં જ્યાં સુધી માલસામાનની હેરફેરનો પ્રશ્ન છે, સુવિધા વધશે. આનાથી રાષ્ટ્રવ્યાપી એકલ ઇ-વે બિલ પ્રણાલિ માટેનો માર્ગ મોકળો થવામાં ફાયદો થશે. મંત્રાલયે આ રાજ્યોમાં આવેલા ટ્રાન્સ્પૉર્ટરોને <www.ewaybillgst.gov.in> નામના ઇ-વે બિલ પૉર્ટલ પર નોંધણી કરાવી લેવા અનુરોધ કર્યો છે. 

Gujarati

News Focus at 8.30 PM I 07-02-18

Gujarati

રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાનનો જવાબ 
રિઝર્વ બેંકે જાહેર કરી આર્થિક નીતિ
સાણંદમાં પ્લાસ્ટિક પાર્કનું થશે નિર્માણ
રોજગાર ભરતી મેળાનું આયોજન
સાંઈ ભક્તો
ભારતે આફ્રિકાને હરાવ્યું 
 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply