ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ઇ-વે બિલ પ્રણાલિનો પ્રારંભ
માલસામાનની એકથી બીજા રાજ્યમાં હેરફેર માટે ઇ-વે બિલ પ્રણાલિ આજથી ગુજરાત, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગણા અને ઉત્તર પ્રદેશમાં અમલી બનશે.
નાણા ખાતા મુજબ, આ રાજ્યોમાં ઇ-વે બિલ પ્રણાલિ લાગુ થતાં જ ધંધા-ઉદ્યોગોમાં જ્યાં સુધી માલસામાનની હેરફેરનો પ્રશ્ન છે, સુવિધા વધશે. આનાથી રાષ્ટ્રવ્યાપી એકલ ઇ-વે બિલ પ્રણાલિ માટેનો માર્ગ મોકળો થવામાં ફાયદો થશે. મંત્રાલયે આ રાજ્યોમાં આવેલા ટ્રાન્સ્પૉર્ટરોને <www.ewaybillgst.gov.in> નામના ઇ-વે બિલ પૉર્ટલ પર નોંધણી કરાવી લેવા અનુરોધ કર્યો છે.