Skip to main content
Settings Settings for Dark

ગુજરાત

Live TV

X

ભારતની 7 દિવસમાં આજે ગુજરાતની મુલાકાતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો

ભારતની 7 દિવસની મુલાકાતે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો આજે સવારે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા, અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે ગયા હતા. ગાંધીનગરથી પરત ફરીને બપોરે તેઓ આઈઆઈએમ ખાતે વક્તવ્ય આપશે. દરમિયાન ગઈકાલે તેમણે આગ્રાના તાજમહેલની મુલાકાત લીધી હતી. તેમણે વિઝિટર્સ બુકમાં લખ્યું હતું, કે તાજમહેલ એ દુનિયાની સૌથી સુંદર જગ્યામાંથી એક છે.

Gujarati

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની વિજય તરફ કૂચ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વિજય તરફ આગળ. રાજ્યના 28 જિલ્લાઓની 75 નગરપાલિકાઓની ચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામોમાં 30 નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે, અને 14 નગરપાલિકામાં તે આગળ ચાલી રહ્યો છે. જ્યારે 27 નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે, અથવા તો તે આગળ છે. ભાજપ રાજકોટ મહાનગરપાલિકામાં વિજયી થયો છે. ભાજપ જ્યાં વિજયી થયો છે તેમાં જસદણ, વિદ્યાનગર, વડનગર, સાણંદ, તળાજા, હળવદ, ખાંટવા, કોડીનાર, લાઠી, જાફરાબાદ, ખેરાળુ, કરમસદ, સોનગઢ, બાવળા, માણસા, દ્વારકા, ગારિયાધાર, ભાણવડ, કુતિયાણા, ચલાલા, ગઢડા, ઈડર, પ્રાંતિજ, જામજોધપુર, ધ્રોળ, છાયા, ભચાઉ, વિજલપોર અને બિલિમોરાનો સમાવેશ થાય છે.

Gujarati

ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં પ્રવાસીઓને આકર્ષવા વિકાસના કામો કરાયા

ગુજરાતના છેવાડે આવેલા ,તથા ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ,ડાંગની વનરાજી ,સૌ પ્રવાસીઓને આકર્ષે છે ,ત્યારે પ્રવાસીઓને, વધુ સુવિધા મળે તે માટે ,ડાંગ જિલ્લામાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા, કિલાદ, મહાલ અને દેવીમાળની ,કેમ્પ સાઇટનું 50 લાખના ખર્ચે , નવીનીકરણ કરવામાં આવ્યું છે, અને અહીં આવતા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે ,રહેવા માટે ,સુવિધાજનક ટેન્ટ ઉભા કરાયા છે. / તેમજ સાહસિક પ્રવાસીઓ માટે ,એડવેન્ચર એક્ટિવીટી પણ, વિકસાવવામાં આવી છે. ડાંગમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તેમજ ,ભારતના અન્ય સ્થળેથી ,પ્રવાસીઓ આવતા હોવાથી ,આ સ્થળને પર્યાવરણિય પ્રવાસન સ્થળ તરીકે ,વિકસાવવામાં આવ્યું છે.

Gujarati

૧૭ ફેબ્રુઆરીના રોજ ગુજરાતની ૭૫ નગરપાલિકાની ચૂંટણી યોજાશે

ગુજરાતની ૭૫ નગરપાલિકાની ચૂંટણી ૧૭ ફેબ્રુઆરીના રોજ યોજાશે. નગરપાલિકાની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. છેલ્લા કલાકોમાં મોરબી સહિતના જિલ્લાઓમાં પવનવેગી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નગરપાલિકામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપ સામે હરિફ તરીકે કોંગ્રેસ અને બસપા સહિતના પક્ષો મેદાનમાં છે. ત્યારે જોવું રહ્યું કે મતદાતાઓ કોની પર પસંદગી કળશ ઢોળે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સમરસ બનેલી મોરબીની હળવદ નગરપાલિકા, આ વખતે સમરસ બની શકી નથી. ૧૭ તારીખે મતદાન થયા બાદ ૧૯ ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

Gujarati

ઇન્ડોનેશિયામાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધારતી સરિતા ગાયકવાડ

ગુજરાતના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડે ઇન્ડોનેશિયામાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યું છે. તારીથ ૧૧થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડાંગ જિલ્લાના સરહદી ગામ કરાડી આંબાના શ્રમિક પરિવારની દીકરીએ આ સિદ્ધી પ્રાપ્ત કરતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. કુમારી સરિતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે રીલે દોડની શ્રેણીમાં સરિતા ગાયકવાડે બેસ્ટ ટાઇમિંગ માટે પણ રેકોર્ડ નોંધાવ્યો છે.

Gujarati

ઇન્ડોનેશિયામાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધારતી સરિતા ગાયકવાડ

ગુજરાતના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડે ઇન્ડોનેશિયામાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યું છે. તારીથ ૧૧થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડાંગ જિલ્લાના સરહદી ગામ કરાડી આંબાના શ્રમિક પરિવારની દીકરીએ આ સિદ્ધી પ્રાપ્ત કરતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. કુમારી સરિતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે રીલે દોડની શ્રેણીમાં સરિતા ગાયકવાડે બેસ્ટ ટાઇમિંગ માટે પણ રેકોર્ડ નોંધાવ્યો છે.

Undefined

News Focus at 8.30 PM I 07-02-18

Gujarati

રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાનનો જવાબ 
રિઝર્વ બેંકે જાહેર કરી આર્થિક નીતિ
સાણંદમાં પ્લાસ્ટિક પાર્કનું થશે નિર્માણ
રોજગાર ભરતી મેળાનું આયોજન
સાંઈ ભક્તો
ભારતે આફ્રિકાને હરાવ્યું 
 

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply