News Focus at 8.30 pm | 28-02-2018
Submitted by gujaratdesk on
Submitted by gujaratdesk on
અમદાવાદઃ જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા.. અમદાવાદ શહેર સાથે 6 સદીથી વધુનો ઈતિહાસ જોડાયેલો છે. છત્તાં આજે અડિખમ ઉભું છે. આજે અમદાવાદનો 608મો સ્થાપના દિવસ છે. અમદાવાદની સ્થાપના 26મી ફેબ્રુઆરી 1411ના દિવસેબાદશાહ અહમદશાહે કરી હતી...... અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો ૧.૨૦ બપોરે, ગુરૂવાર, હિજરી વર્ષ ૮૧૩ તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.
Submitted by gujaratdesk on
રંગોનો મહા પર્વ ધૂળેટી નજીક આવી રહ્યો છે ત્યારે આ પર્વે આડેધડ કલર લગાવતા અને જાહેર રસ્તા પર શાળા, કૉલેજ, સોસાયટી અને પાન ગલ્લાના નાકે આવારાગર્દી કરતા તત્ત્વોને પાઠ ભણાવવા મોરબીમાં સામૂહિક રજૂઆત થઈ છે. મોરબીમાં મહિલાઓએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને જઈ ધૂળેટી નિમિત્તે કેમિકલ રંગો અને લાલ માટીના દુરુપયોગ તેમજ પર્વ પર રંગ લગાડવાના બહાને બહેન-દીકરીઓની થતી છેડતી અને હેરાનગતિ સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી.
આહવાના ડૉ.આંબેડકર ભવન ખાતે જિલ્લાના પંચાયતી રાજના પ્રતિનિધિઓ માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા એક સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનારને સંબોધતા સાંસદ શ્રી ડૉ. કે. સી. પટેલે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા જાગૃત મિડિયા કર્મીઓ સ્વસ્થ સમાજ નિર્માણમાં અગત્યની ભૂમિકા અદા કરી શકે છે તેમ જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતના પ્રજાજનોમાં સિકલસેલ, એનિમિયા જેવા રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુ છે તેમ જણાવી તેમણે રોગોને નાબૂદ કરવા લાંબા ગાળાના આયોજનો હાથ ધરવા હિમાયત કરી હતી.
ગુજરાતમાં આજે બનાસકાંઠા તથા ખેડા જિલ્લા પંચાયત તથા 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. સાથે પાંચ જિલ્લા પંચાયત અને 25 તાલુકાના મતદાર મંડળોની પેટા ચૂંટણી પણ થઈ હતી. એકંદરે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું.
જૂનાગઢ નજીક વડાલ ગામમાં પુષ્ટિ સંસ્કાર ધામનાં ભૂમિ પૂજનનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. મોટી હવેલીનાં ગોસ્વામી કિશોરચંદ્ર મહારાજ અને સહઅધ્યક્ષ પીયૂષ બાવાની પ્રેરણાથી, આગામી પાંચ વર્ષમા આશરે 125 કરોડના ખર્ચે સંસ્કાર ધામનું નિર્માણ થશે, જેમાં ખાસ કરીને બાળકો અને યુવાનોમા ધર્મ અને સંસ્કારનું સિંચન, અને સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી દેવ ભાષાનાં પ્રચાર અને પ્રસારનું કામ કરવામા આવશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું, કે ભારતીય સંસ્કૃતિનાં જતન અને વિકાસમાં વૈષ્ણવ સંપ્રદાયનું મોટું યોગદાન છે.
ગુજરાતના બીજા મુખ્ય મંત્રી બલવંત રાય મહેતાની આજે જન્મતિથી છે. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. બળવંતરાય મહેતાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૯નાં રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ બી.એ થયા પછી ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા. ઈ.સ.૧૯૩૦માં ધોલેરાના મીઠા સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બે વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો. ઈ.સ.૧૯૪૮માં ધારાસભા પદે ચૂંટાયા. સૌરાષ્ટ્ર અલગ રાજ્યની સ્થાપના થતાં તેઓ નાયબ પંત પ્રધાન બન્યા હતા. ઈ.સ.૧૯૫૨માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯મી સપ્ટેમ્બર૧૯૬૩ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેઓ ગુજરાતમાં પંચાયતીરાજની સ્થાપના કરી.
ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. ડાંગ જિલ્લામાં મોટાભાગનો વિસ્તાર જંગલ પ્રદેશમાં આવેલ છે. ગુજરાત સરકારે ડાંગવાસીઓ માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘેર ઘેર શૌચાલય બનાવી આપવામાં આવ્યાં છે. સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં 10,338 અને મનરેગા યોજના હેઠળ 22,628 શૌચાલયનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. ડાંગના ગ્રામીણ લોકોના ઘેર શૌચાલય બનતાં, સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના સાકાર થતી દેખાય છે. લોકો શૌચાલયનો ઉપયોગ કરી સ્વચ્છતા પ્રત્યે જાગૃત થયા છે. તેમજ આંગણવાડી જતા બાળકો પણ સ્વચ્છતા અંગે ધ્યાન આપે તે બાબતે આંગણવાડી કાર્યકરો કાર્ય કરી રહ્યા છે.
સામાજિક કાર્યકર ભાનુભાઈ વણકરના આત્મવિલોપન મુદ્દે, પીડિત પરિવાર અને રાજ્ય સરકાર વચ્ચે ગઈકાલે રાત્રે સમાધાન થયું હતું. સરકારે દુધખા ગામના જે પરિવારની જમીનનો પ્રશ્ન હતો, તે પરિવારને જમીન ફાળવણીનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. લાભાર્થીને ત્રણ દિવસમાં મહેસૂલ વિભાગ દ્વારા ફાળવણીનો આદેશ કરાશે. આ ઉપરાંત, સમગ્ર કેસની તપાસ બાબતે પરિવારની માંગણી મુજબ સીટની રચનાનો પણ સરકારે સ્વીકાર કર્યો હતો. ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ગસ્થ ભાનુભાઈની પ્રતિમા મૂકવાની માંગણી બાબતે, સરકાર ઊંઝા નગરપાલિકાને ભલામણ મોકલી અપાશે. સરકાર અને પીડિત પરિવાર વચ્ચે સમાધાન થતાં, પરિવારે સ્વર્ગસ્થ ભાનુભાઈનો મૃતદેહ સ્વીકાર્યો હતો.