આજથી શરૂ થશે જનગણનાનો પ્રથમ તબક્કો, સ્વ-ગણતરી માટેનો પણ વિકલ્પ ઉપલબ્ધ
સમગ્ર દેશમાં દેશમાં આજથી જનગણનાનું પ્રથમ ચરણ શરૂ થશે. વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી બે તબક્કામાં થશે. પ્રથમ વાર ડિજિટલ રીતે વસ્તીગણતરી હાથ ધરાશે, જેમાં સ્વ-ગણતરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં આજથી 15 એપ્રિલ દરમિયાન સ્વ-ગણતરી અને 16 એપ્રિલ થી 15 મે 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરવામાં આવશે. જેમાં વસ્તીના આંકડા, દેશની નીતિ યોજનાઓના નિર્માણમાં મહત્વપૂર્ણ બની રહેશે.