જુલાઇવાળી મેમાં ! મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા સહિત દક્ષિણ ભારતમાં પહોંચ્યું ચોમાસુ
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે અને આગામી 3 દિવસમાં તે મુંબઇ અને અન્ય ભાગોમાં પહોંચી જવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં તટીય કોંકણ અને ગોવામાં ભારે પ્રી મોન્સૂન વરસાદ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં દેવગઢમાં ચોમાસુ પ્રવેશી ચૂક્યું છે. કેરળની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીને પગલે 5 જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. જેમાં કોઝીકોડ, વાયનાડ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.