ભારતીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે જાપાનમાં આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર
આ દરમિયાન, પ્રતિનિધિમંડળે સરહદ પારના આતંકવાદ સામે ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિ વિશે માહિતી આપી અને ઓપરેશન સિંદૂરના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતના વલણને ઉજાગર કરવાના ભારતના વૈશ્વિક રાજદ્વારી અભિયાનનો એક ભાગ છે.પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગી અને બ્રિજ લાલ, તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી, સીપીઆઈ(એમ) રાજ્યસભાના સાંસદ જોન બારિત્સા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનો સમાવેશ થાય છે.