અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે
અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેંસ આજે સવારે ચાર -દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચી ગયા છે. ઉપપ્રમુખ જેડી વેંસ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ તીવ્ર બનાવવાની ચર્ચા કરવામાં આવી શકે છે. અમેરિકાના ઉપપ્રમુખ તેમના પ્રતિનિધિ મંડળની સાથે દિલ્હીના અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે, સાથે જ તેઓ અમેરિકા જતાં પહેલાં જયપુર અને આગ્રાની મુલાકાત પણ લેશે.