Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર, જાણો ક્યાં કેટલું આવ્યું પરિણામ

ધોરણ 12 અને ગુજકેટનું આજે સોમવારે પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી, તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.

કેવી રીતે પરિણામ જાણી શકાય ?

Gujarati

પાકિસ્તાને LoC પર સતત 11મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન

પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સાથે જ કુપવાડા, બારામુલા અને પુંછમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું...જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો...ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહલગામમાં  પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી લેવામાં આવેલા કડક પગલાઓને કારણે પાકિસ્તાન તરફથી ઉશ્કેરણી માટે સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે...

4-5 મેની રાત્રે પાકિસ્તાનની સેનાએ ફરી આવું કૃત્ય કર્યું 

Gujarati

ભર ઉનાળે ભારે વરસાદની આગાહી, ખેડૂતોના માથે માવઠાનું સંકટ

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ રવિવારે સવારથી જ રાજ્યના કેટલાક જીલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા. મહેસાણા, બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે.

Gujarati

મોરબીમાં માળીયા-હળવદ હાઇવે પર પેપર મિલમાં આગ, 20 હજાર ટન માલ ભસ્મીભૂત

મોરબી તાલુકાના અણિયારી ગામ નજીક માળીયા-હળવદ હાઇવે પર લિમિટ પેપર મિલ નામની ફેક્ટરીમાં કોઈ કારણસર રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતી. પવનને કારણે ગણતરીની મિનિટમાં આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દુર દુર સુધી આગની જ્વાળાઓ ભભૂકતી જોવા મળી હતી. વેસ્ટેજ પેપર તેમજ તૈયાર પેપરના રોલ બંને માલ આગની ઝપટમાં આવી ગયો હતો. ઘટના અંગે ફેક્ટરીના સંચાલકોએ ફાયર વિભાગને જાણ કરતા સૌ પ્રથમ મોરબી અને હળવદ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.

Gujarati

કાનપુરના ચમનગંજ વિસ્તારમાં બિલ્ડીંગમાં લાગી આગ, એક જ પરિવારના 5ના મોત

ઉત્તર પ્રદેશના કાનપુરના ચમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમ નગરમાં રવિવારે રાત્રે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના પાંચ સભ્યોના દુઃખદ મોત થયા છે. મૃતકોમાં માતા-પિતા અને તેમની ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. આગ બિલ્ડિંગના પહેલા અને બીજા માળે આવેલી જૂતાની ફેક્ટરીમાં લાગી હતી અને પછી ત્રીજા-ચોથા માળે ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની કુલ 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં લગભગ 7 કલાક લાગ્યા. લખનઉથી SDRFની ટીમ પણ રાત્રે 1:30 વાગ્યે પહોંચી હતી. 10 ફાયરબ્રિગેડના 70થી વધુ ફાયર ફાઇટરોએ આગ બુઝાવવામાં લાગ્યા હતા.  

Gujarati

IPLની 54મી મેચમાં પંજાબે લખનઉને 37 રનથી હરાવ્યું, અર્શદીપે ઝડપી 3 વિકેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ધર્મશાલામાં યોજાયેલી 54મી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું. આ જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ લખનઉની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગની મદદથી લખનઉને 237 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, લખનઉની ટીમ 7 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 199 રન જ બનાવી શકી હતી.

કેવી રહી લખનઉની ઇનિંગ ?

Gujarati

અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશનને હાઇકોર્ટની લીલીઝંડી

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો પર સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ ખાતે કરવામાં આવી રહેલા મેગા ડિમોલિશનને હાઇકોર્ટે લીલીઝંડી બતાવી છે. ગુજરાત હાઇકોર્ટે ઘૂસણખોરોની અરજી ફગાવી દીધી છે. ચંડોળા તળાવ ડિમોલિશન પર હાઇકોર્ટનો કોઈ સ્ટે નહીં. જેથી ડિમોલિશનની કામગીરી ચાલુ રહેશે. આ મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં લલ્લા બિહારીનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું છે. 

DGP વિકાસ સહાયે ચંડોળા ડિમોલિશનનું નિરીક્ષણ કર્યું

Gujarati

દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ IPLની 48મી મેચમાં આમને સામને

ઈન્ડિયન પ્રીમિયર લીગની 48મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો દિલ્હી જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવશે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતવાની જરૂર છે. કેપ્ટન તરીકે, અક્ષર પટેલ અને અજિંક્ય રહાણે સામસામે હશે.

બંને ટીમોની શું છે સ્થિતિ ?

Gujarati

જમ્મુ-કાશ્મીર સરકારે કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો બંધ કર્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાસના મેદાનમાં 22મી એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકી હુમલા બાદ રાજ્ય સરકારે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, કાશ્મીર વેલીમાં 48 પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક નેપાળી નાગરિક અને એક સ્થાનિક નાગરિક સહિત 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને તેમના ધર્મના આધારે નિશાન બનાવ્યા હતા.

વેલીના કુલ 87 પર્યટન સ્થળોમાંથી 48 બંધ કરી દેવામાં આવ્યા 

Gujarati

પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, કુપવાડા-બારામુલ્લામાં LoC નજીક ગોળીબાર

વૈશ્વિક મંચ પર આલોચનાનો ભોગ બની રહેલું પાકિસ્તાન હજી તેની હરકતો છોડતું નથી. પાકિસ્તાની સેનાએ ગઇકાલે રાતે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને બારામુલા જિલ્લાની સરહદો ઉપરાંત અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી નાના હથિયાર વડે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેનો પ્રભાવશાળી જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠા દિવસે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર, 28-29 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાના ગોળીબારનો ભારતીય સેનાએ સંતુલિત અને અસરકારક રીતે જવાબ આપ્યો છે. 

27-28 એપ્રિલની રાત્રે પણ ગોળીબાર કર્યો હતો

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply