સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પશ્ચિમ સરહદ પર સુરક્ષા પરિસ્થિતિની કરી સમીક્ષા
ભારતીય સેનાએ પાકિસ્તાનને સીમા પાર ગોળીબાર કે દારૂ ગોળો ન કરવાની વાત કરી હતી. પાકિસ્તાની સેનાની પીછેહઠ બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે સીડીએસ, સેના અને નૌકાદળના વડા સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ સંદર્ભમાં સત્તાવાર માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન દેશની પશ્ચિમી સરહદ અંગે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રીએ સરહદ સુરક્ષા અંગે આ સમીક્ષા કરી.