Live TV
સૌર ઊર્જા ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, પીએમ સૂર્ય ઘર યોજનામાં સૌથી વધુ 34% યોગદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.05 લાખ સોલાર રૂફટૉપ પૅનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે.
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પૅનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
ભારતમાં વન વિસ્તારમાં વધારો નોંધાયો, વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ
છેલ્લા કેટલાક વર્ષોમાં વન વિસ્તારમાં વધારો નોંધાયેલો વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ગુરુવારે જાહેર કરાયેલા SBI સંશોધન અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ૧૯૯૧ થી ૨૦૧૧ સુધી ભારતનું વન આવરણ સ્થિર રહ્યું, પરંતુ ત્યારબાદ તેમાં વધારો જોવા મળ્યો છે.SBIના અહેવાલ મુજબ, "શહેરીકરણ અને વન આવરણ વચ્ચેનો સંબંધ U-આકારનો છે... પ્રારંભિક તબક્કાનું શહેરીકરણ વનનાબૂદી તરફ દોરી જાય છે, પરંતુ જેમ જેમ શહેરીકરણ આગળ વધે છે તેમ તેમ શહેરી હરિયાળી, વન સંરક્ષણ કાર્યક્રમો અને ટકાઉ જમીન ઉપયોગ આયોજન જેવી નીતિઓ વધે છે, જેના પરિણામે આખરે વન આવરણમાં વધારો થાય છે."ભારતમાં શહેરીકરણ ઝડપથી થઈ રહ્યું છે.
અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવા મહા અભિયાન હાથ ધરાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીની સફાઈનું મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન દ્વારા આજે આ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીનભાઈ તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા નદીમાં સફાઈ કરવામાં આવી હતી. મેયર પ્રતિભાબેન જૈન શહેરીજનોને સાબરમતી નદીની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગરમાં સેનાના જવાનોને મળ્યા
ભારતીય સેનાને મોટી સફળતા મળી, ભારત-મ્યાનમાર સરહદ પર 10 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા
ભારતીય સેનાએ ભારત-મ્યાનમાર સરહદ પર 10 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાના પૂર્વીય કમાન્ડે X પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. ભારતની પૂર્વીય સરહદ પર આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ યથાવત છે.સેનાના પૂર્વીય કમાન્ડે મોડી રાત્રે X પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, "ગુપ્ત માહિતીના આધારે, ભારત-મ્યાનમાર સરહદ નજીક સ્થિત ચંદેલ જિલ્લાના ખેગજોય તહસીલના ન્યુ સમતાલ ગામ નજીક આતંકવાદીઓની હિલચાલ શોધી કાઢવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરના નાદેર-ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના નાદેર-ત્રાલ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયાની માહિતી પોલીસે આપી છે. જમ્મુ અને કાશ્મીર ઝોનલ પોલીસ મીડિયા સેન્ટરે આજે ગુરુવારે સવારે તેના સત્તાવાર X હેન્ડલ પર જણાવ્યું હતું કે અવંતીપોરાના નાદેર-ત્રાલ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે."અવંતીપોરાના ત્રાલ વિસ્તારના નાદેરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો કામ પર છે. વધુ માહિતી પછીથી આપવામાં આવશે," મંગળવારે શોપિયામાં એન્કાઉન્ટર થયું હતું.ઉલ્લેખનીય છે કે મંગળવારે શોપિયામાં એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાંથી બેની ઓળખ થઈ ગઈ છે.
ઉત્પાદક સંગઠન તુર્કીના વિરોધમાં ,આયાત પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે પીએમને લખ્યો પત્ર
ભારતના 'ઓપરેશન સિંદૂર' સામે તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો. તેણે પાકિસ્તાનને ડ્રોન અને હથિયારો પૂરા પાડ્યા, ત્યારબાદ ભારતમાં તુર્કી વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે. ભારતના ઘણા સંગઠનો અને સામાન્ય લોકોએ તુર્કી અને તેના માલ અને સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
તુર્કીથી સફરજનની વધતી જતી આયાતે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડના બગીચાના ખેડૂતોને નાણાકીય સંકટમાં મુકી દીધા છે.
ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલતા , ભારતનો સપષ્ટ પ્રતિસાદ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ચીને ફરી એકવાર એક નાપાક કૃત્ય કર્યું છે. ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલી નાખ્યા છે, જેનો ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતે કહ્યું કે નવું નામ આપવાથી એ હકીકત બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ શેર કરી.
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ હજુ પણ કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના હવામાનમાં પલટાની સંભાવનાઓ હવામાન વિભાગના યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તેમણે સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આખા રાજ્યમાં આજના દિવસે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વીજળી સાથે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા જરુરી માહિતી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, આજના દિવસની વાત કરીએ તો ગુજરાત તમામ જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે થંડરસ્ટોર્મની પણ વોર્નિંગ આપવામાં આવી છે.