Skip to main content
Settings Settings for Dark

Live TV

X

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડી પાડવામાં આવી

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડી પાડવામાં આવી છે.સ્થાનિકોની દુકાનનો વર્ષોથી હતી જેને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવી છે.આખા ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નર્મદા નિગમની જગ્યા માં વર્ષો થી અહીંયાના સ્થાનિક લોકો એ દુકાનો બનાવીને ધંધો કરતા હતા.34 જેટલી નાની મોટી દુકાનો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે .જોકે દુકાનદારોને પોતાનો સમાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો છે.સ્થળ પર 5 થી 6 જેસીબી અને સમાન ભરવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા છે.

Gujarati

પાકિસ્તાન રેન્જર્સે BSF જવાન પૂર્ણમ કુમારને મુક્ત કર્યો, વાઘા-અટારી બોર્ડર થઈને ભારત પરત ફર્યો

23 એપ્રિલથી લાપતા BSF જવાન પી કે સાહુ ને પાકિસ્તાને ભારતને પરત કર્યા છે... પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી... ત્યારે ભારતની કુટનીતિને કારણે પાકિસ્તાને તેમને ભારતને સવારે 10:30 કલાકે જોઈન્ટ બોર્ડર પર પરત સોંપ્યા હતા... પશ્ચિમ બંગાળના રહેવાસી BSF જવાન પી કે સાહુ પરત ફરતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી... હાલ જવાનનું મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે... 
 

Gujarati

જસ્ટિસ બીઆર ગવઈ ભારતના 52મા સીજેઆઈ બન્યા, રાષ્ટ્રપતિ મુર્મુએ શપથ લેવડાવ્યા

જસ્ટિસ બીઆર ગવઈએ ​​ભારતના 52મા સીજેઆઈ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા . CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ સમાપ્ત થયો હતો. તેમનો કાર્યકાળ ફક્ત સાત મહિનાનો છે.જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈના આગામી મુખ્ય ન્યાયાધીશ બનવાની માહિતી કેન્દ્રીય કાયદા અને ન્યાય અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી હતી. ગવઈ દેશના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ છે. તેમના પહેલાં, ન્યાયાધીશ કે. હા. બાલકૃષ્ણન આ પદ સંભાળી ચૂક્યા હતા.

Gujarati

જસ્ટિસ બી.આર.ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે

જસ્ટિસ બી.આર. ગવઈ  ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. આ પદ પર પહોંચનારા તેઓ પ્રથમ બૌદ્ધ ન્યાયાધીશ હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને શપથ લેવડાવશે. તેઓ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ હવે પૂરો થઈ રહ્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨) હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી, જેના પગલે કાયદા અને ન્યાય મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જસ્ટિસ ગવઈને 24 મે 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે.

Gujarati

ગુજરાતના સરકારી કર્મચારીઓ-અધિકારીની રદ થયેલી રજા મંજૂર કરવાનો નિર્ણય

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે, તાત્કાલિક ફરજના સ્થળે હાજર થવાના આદેશ કર્યા હતા. જોકે 10મેના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કર્યા બાદ સ્થિતિ સામાન્ય બનતાં રાજ્ય સરકારે કમર્ચારી અને અધિકારીઓની રજા મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Gujarati

16મી સિંહ વસ્તી અંદાજ–2025: ગુજરાતના 11 જિલ્લામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી, ફોરેસ્ટ અધિકારી -સ્વંય સેવકો જોડાયા

ગુજરાતના 11 જિલ્લામાં સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં વિવિધ અધિકારીઓ-કર્મચારીઓ અને સ્વંય સેવકો સહિત 511 જેટલા લોકો જોડાયા છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩ મે-૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે. ધારી ગીર પૂર્વ વન વિભાગ (રિજિયન) અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Gujarati

જમ્મુ-કાશ્મીર: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કુપવાડામાં લોકોને મળ્યા

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે કુપવાડા જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત લોકોને મળ્યા. આ દરમિયાન તેમણે ખાતરી આપી હતી કે નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ થયા પછી સરકાર વળતર આપશે. તેમણે કહ્યું કે ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઘરો, દુકાનો અને મદરેસા જેવી જાહેર સંપત્તિઓને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર આજે કે કાલે નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કરશે. ત્યારબાદ સરકાર વળતર જાહેર કરશે. અમે મોટા પાયે બંકરો બનાવ્યા હતા, પરંતુ તેનો લાંબા સમય સુધી ઉપયોગ થયો ન હતો. હવે અમે નિયંત્રણ રેખા અને સરહદી વિસ્તારોમાં વ્યક્તિગત બંકર બનાવવાનો પણ પ્રયાસ કરીશું.

Gujarati

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કટુડા ગામે જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી અંજીરની ખેતી કરતા યુવા ખેડૂત મિલન રાવલના મોડેલ ફાર્મની જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર ફાર્મનું નિરીક્ષણ કરી તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. વધુમાં તેમણે અંજીર આગામી સમયમાં આ વિસ્તારમાં આશાસ્પદ પાક તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ મોડેલ ફાર્મની અધેલી, દેવચરાડી, પ્રાણગઢ, ચમારજ સહીતના જિલ્લાના અન્ય ગામોના ખેડૂતો મુલાકાત લઈ જાણકારી મેળવી રહ્યા છે.

Gujarati

ભારતનો ઉદ્યોગ ક્ષેત્ર 2035 સુધીમાં 3 ટ્રિલિયનની તકો પ્રદાન કરશે, ઉત્પાદન ક્ષેત્ર નેતૃત્વ કરશે

ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર 2035 સુધીમાં કૃષિ ક્ષેત્રને પાછળ છોડી દેશે અને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) માં 30 થી 32 ટકાનો મોટો હિસ્સો મેળવશે. આ સાથે, આ પ્રદેશ ઉત્પાદન ક્ષેત્રના નેતૃત્વ હેઠળ $3 ટ્રિલિયનની તકો લાવશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply