Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું ઉદઘાટન કર્યું.

Gujarati

CM ભુપેન્દ્ર પટેલે ડૉ. ભીમરાવ આંબેડકરને વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પોડિયમ ખાતે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના તૈલચિત્રને શ્રધ્ધાંજલિ અપર્ણ કરી હતી  તેમજ વિધાનસભાની સામે પણ બાબસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરીને નમન કર્યું હતું. તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ભાનુબેન બાબરિયા સહિત ગાંધીનગર મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, સહિત મહાનગરપાલિકા પદાધિકારીઓ અને વિધાનસભા કર્મચારીઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન

Gujarati

રાષ્ટ્રપતિ મૂર્મૂ અને ઉપરાષ્ટ્રપતિએ સંસદમાં ડૉ. ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી

આંબેડકર જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સહિત અનેક અગ્રણી નેતાઓ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ પર બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 14 એપ્રિલ, 1891ના રોજ મધ્યપ્રદેશના લશ્કરી છાવણી (મહૂ)માં જન્મેલા ડૉ. આંબેડકર એક મહાન કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, સમાજ સુધારક અને રાજકારણી હતા.

Gujarati

ગુજરાતના દરિયાકિનારેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, કોસ્ટગાર્ડ-ATSનું સંયુક્ત ઓપરેશન

રાજ્યના દરિયાકિનારેથી ફરીથી ડ્રગ્સનો મસમોટો જથ્થો મળી આવ્યો છે.ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાતના ATSએ કાર્યવાહી કરીને 1800 કરોડની કિમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે... પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાંથી આ ડ્રગ્સ મળ્યું છે.  ATSને મળેલ બાતમીને આધારે IMBL નજીક મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. આ બોટમાં સવાર લોકોને જાણ થતા જ તેઓ તમામ ડ્રગ્સ પાણીમાં ફેંકીને સરહદ પાર કરીને ભાગી ગયા હતા .. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી જાણકારી આપી હતી. 

ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSને મળી મોટી સફળતા 

Gujarati

યુક્રેન પર રશિયાનો બેલિસ્ટિક મિસાઈલથી હુમલો, 32 લોકોએ ગુમાવ્યા જીવ

રશિયાએ યુક્રેન પર ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે.. યૂક્રેનના સુમી શહેર પર થયેલા હુમલામાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.. ઉત્તરપૂર્વીય યુક્રેનના સુમી શહેર પર રશિયન બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ હુમલામાં શહેરના મેયરનો જીવ પણ માંડ માંડ બચ્યો હતો.. આ હુમલો ત્યારે થયો છે, જ્યારે લોકો પામ સન્ડે નિમિત્તે ચર્ચની પ્રાર્થના સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા...ઉલ્લેખનીય છે કે, આ બેલિસ્ટિક મિસાઈલ હુમલાના એક દિવસ પહેલા જ રશિયા અને યુક્રેનના વરિષ્ઠ રાજદ્વારીઓએ એકબીજા પર અમેરિકાના નેતૃત્ત્વવાળી બંને દેશો વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં નક્કી થયેલ શાંતિ સમજૂતી ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો. 

Gujarati

અંકલેશ્વરના પાનોલીમાં જલ એકવા કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે. પાનોલીમાં આવેલી જલ એકવા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યું છે. વિકરાળને પગલે ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પર પહોંચી ગઈ છે. 

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

Gujarati

PM મોદી, અમિત શાહ સહિત ઘણા નેતાઓએ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી 

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. 

ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ: PM

Gujarati

લખનઉ અને ચેન્નાઈ વચ્ચે IPLની 30મી મેચ, CSK કરવા માંગશે વાપસી

લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે IPLની 30મી મેચ રમાવાની છે. આ મેચનું આયોજન લખનઉના હોમ ગ્રાઉન્ડ  અટલ બિહારી બાજપેયી સ્ટેડિયમમાં કરવામાં આવી છે. સતત પાંચ હાર સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી MS ધોનીના કેપ્ટનશીપ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ લખનઉ સુપર જાયન્ટ્સ સામે વાપસી કરવાનો પ્રયાસ કરશે. ઈજાગ્રસ્ત ઋતુરાજ ગાયકવાડના સ્થાને મહેન્દ્ર સિંહ ધોની બાકીની સીઝન માટે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.  IPLમાં રવિવારે બે મેચ રમાઈ હતી.. જેમાં પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ અને બેંગલુરુ વચ્ચે યોજાઇ હતી.. જેમાં RCB 9 વિકેટની મેચ જીતી ગયું હતું.. તો બીજી મેચ દિલ્હી અને મુંબઈ વચ્ચે રમાઈ હતી..

Gujarati

PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ

ભાગેડું હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે.  સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બેલ્જિયમની પોલીસે તેની ધરપકડ કરી છે અને સીબીઆઇની અપીલ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકારે હવે બેલ્જિયમમાંથી તેના પ્રત્યર્પણની તૈયારીઓ કરી છે.  ઉલ્લેખનીય છે કે  મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક સાથે અરબો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં આરોપી છે.  માર્ચ મહિનમાં એ ખુલાસો થયો હતો કે, ભાગેડુ મેહુલ ચોકસી બેલ્જિયમમાં છુપાયેલો છે. ત્યાર બાદ તેના ધરપકડની તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી હતી.  હવે સરકાર તેને ભારત લાવશે.

મેહુલ ચોકસીની ધરપકડ એક મહત્ત્વપૂર્ણ પગલું

Gujarati

ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ, દેશભરમાં વિવિધ કાર્યક્રમ

આજે આખા દેશમાં બંધારણના નિર્માતા અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે  દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો આજે સંસદ સંકુલમાં બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ડૉ. ભીમરાવ આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply