Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સિંધુ નહેર યોજના સામે પ્રદર્શન તેજઃ 'પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે'

સિંધુ નહેર પ્રોજેક્ટ સામે વિરોધ વધુ તીવ્ર, વિરોધીઓએ કહ્યું 'જ્યાં સુધી પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે'

ખૈરપુર જિલ્લાના બાબરલોઈ બાયપાસ પર વકીલો, રાજકીય પક્ષો અને અનેક નાગરિક સંગઠનોએ ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યું છે. વિરોધીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ નહીં કરે ત્યાં સુધી તેઓ વિરોધ બંધ કરશે નહીં.

પ્રદર્શનકારીઓના મતે, આ પ્રદર્શનમાં બે લાખથી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ વિરોધ સિંધુ નદી પર 6 પ્રસ્તાવિત નહેરોના નિર્માણનો વિરોધ છે.

Gujarati

વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા રોજગાર મેળાનું આયોજન

આજે દેશભરમાં 47 સ્થળ પર 51 હજાર યુવાઓને રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા. જે અંતર્ગત વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા એફજીઆઈના સભાગૃહમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં CBIC, પોસ્ટ વિભાગ, બેંક ઓફ બરોડા, EPFO અને ઓવરસીઝ બેંક સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા 120 યુવાઓને તેમની લાયકાતના આધારે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.

Gujarati

છોટાઉદેપુરઃ ડુંગરવાંટના સરપંચ ડૉ. બીના રાઠવાને 'બેસ્ટ લર્નર'નો એવોર્ડ એનાયત

છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાંટ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ડૉ. બીનાબેન રાઠવાને દિલ્હી ખાતે જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલના હસ્તે 'બેસ્ટ લર્નર'નો એવોર્ડ એનાયત કરાયો. 

નવી દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઓડિટોરીયમ ખાતે ૨૨ એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસની ઉજવણી પ્રસંગે જળ શક્તિ મંત્રાલય દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દેશભરમાંથી ૨૦૦ જેટલા સરપંચોને આમંત્રિત કરાયા હતા.

દિલ્હી સ્થિત આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સરપંચ ૨૯ પ્રકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, એમાંથી ૪ એવોર્ડ ગુજરાતમાં મળ્યા હતા. 

Gujarati

પોપ ફ્રાન્સિસના આજે અંતિમ સંસ્કાર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી

વેટિકન સિટીમાં આજે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ભૂતપૂર્વ પોસ્ટ ફરીથી પોસ્ટ કરીને આ સંદેશ શેર કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વેટિકન સિટીના સેન્ટ પીટર બેસિલિકામાં પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહ પર ફૂલો ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જોશુઆ ડિસુઝા પણ તેમની સાથે છે.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ 51 હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાઓને નિયુક્તિપત્રો વિતરણ કર્યા છે. આ રોજગાર મેળાનું 15મું સંસ્કરણ હતું. દેશભરમાં કુલ 47 સંસ્થાઓમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. 

Gujarati

અંબાજી નજીક રાણપુર ખાતે કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, 10 ઇજાગ્રસ્ત

અંબાજી નજીક રાણપુર ખાતે ઇકો કાર પલટી ખાઇ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી. ગરમીના કારણે ઇકો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી ગઇ હોવાનું અનુમાન છે. કારમાં મુસાફરી કરી રહેલા 12થી 13 લોકો પૈકીના 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે પૈકી બેને પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. રસ્તા પર જતા અન્ય કારચાલકોએ ઉભા રહીને ઇજાગ્રસ્ત પીડિતોને મદદ કરી હતી.

દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં 

Gujarati

લખનઉ સુપર જાઈન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) આજે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાંથી તેણે પાંચમાં જીત મેળવી છે. બીજી તરફ, લખનઉએ દિલ્હી કરતાં એક મેચ વધુ રમી છે, પરંતુ તેણે ફક્ત પાંચ મેચ જીતી છે.

સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે આવી

Gujarati

વેન્સ પરિવારે માણી રાજસ્થાનની લોકસંસ્કૃતિ, આમેર કિલ્લો અને હવા મહેલની મુલાકાત લીધી

અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ સોમવારે રાત્રે જયપુર પહોંચ્યા હતા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા. મંગળવારે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપપ્રમુખની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જયપુર શહેરને શણગારવામાં આવ્યું છે. આમેર કિલ્લાથી હોટેલ રામબાગ પેલેસ જતી વખતે વેન્સ અને તેમના પરિવારે રસ્તામાં જલ મહેલ, હવા મહેલ અને પારકોટાની પણ મુલાકાત લીધી હતા. 

Gujarati

દાહોદમાં NTPC કંપનીના સોલાર પ્લાન્ટના ગોડાઉનમાં આગ, કારણ અકબંધ

દાહોદના ભાટીવાડા ખાતે નિર્માણાધિન NTPC કંપનીના પ્રોજેક્ટમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. NTPC કંપની દ્વારા સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારીએ કહ્યું હતું કે, 'ભાટીવાડા ગામમાં NTPCના સોલાર પ્લાન્ટના સામગ્રી સંગ્રહિત કરતા ગોડાઉનમાં આગ લાગી હતી. આગમાં લગભગ આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું.

આખી રાત આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો 

Gujarati

સાઉદી અરબ ભારતનું સૌથી મૂલ્યવાન ભાગીદાર, ભરોસાપાત્ર મિત્ર: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સાઉદી અરબના પ્રવાસે છે.  સાઉદી અરબની યાત્રા માટે રવાના થતા પહેલાં મહત્ત્વનું સત્તાવાર નિવેદન બહાર પડ્યું હતું.  આ મુલાકાત સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે.

"10 વર્ષમાં પરસ્પર સંબંધો ખૂબ જ ઝડપથી આગળ વધ્યા છે"

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply