Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રામબન ભૂસ્ખલન: જમ્મુ-શ્રીનગર હાઇવે સતત ત્રીજા દિવસે પણ બંધ

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે મંગળવારે બંધ રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના એન્જિનિયરોનું કહેવું છે કે, હાઇવેને 22 જગ્યાએ નુકસાન થયું છે અને સમારકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

લગભગ 4 થી 5 કિલોમીટરનો ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો

Gujarati

વિશ્વ પૃથ્વી દિવસ: નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી, પૃથ્વીને હરિયાળી બનાવવાનો લીધો સંકલ્પ

દર વર્ષે 22 એપ્રિલના દિવસને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ પર્યાવરણ સંરક્ષણ તરફ ધ્યાન દોરવાનો છે. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે, નેતાઓએ પર્યાવરણનું રક્ષણ કરવા અને પૃથ્વીને સ્વચ્છ-હરિયાળી બનાવવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓએ વિશ્વ પૃથ્વી દિવસની શુભેચ્છાઓ પાઠવી અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારી સ્વીકારવાનું કહ્યું. 

પૃથ્વીને સુરક્ષિત રાખવા ખૂબ કાળજી લેવાની જરૂર: અમિત શાહ 

Gujarati

PM મોદી અને US VP જેડી વેન્સે દ્વિપક્ષીય સંબંધોની કરી સમિક્ષા, વિવિધ ક્ષેત્રે ચર્ચા

અમેરિકાના નાયબ પ્રમુખ જેમ્સ ડેવિડ (જે.ડી.) વેન્સ ચાર દિવસના ભારત પ્રવાસે છે. સોમવારે વેન્સ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઇ હતી. બેઠકમાં તમામ મોટા મુદ્દા અંગે વિસ્તારપુર્વક ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ આર્થિક ક્ષેત્રના અનેક મોરચે સધાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. પારસ્પરિક  લાભકારી  ભારત- અમેરિકા વેપાર સમજૂતી  માટે ચાલી રહેલી વાટાઘાટોમાં સધાયેલી પ્રગતિને પણ બંને દેશોએ આવકારી હતી. તે ઉપરાંત ઉર્જા, સંરક્ષણ, ટેકનોલોજી સહિત અનેક મોરચે સહયોગ વધારવાના મુદ્દે સહમતી સધાઇ હતી.

Gujarati

પોપ ફ્રાન્સિસના નિધન પર તેમના સન્માનમાં સમગ્ર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ સોમવાર સવારે એટલે કે ઈસ્ટર મંડેના દિવસે નિધન થયું છે.   આ વર્ષે ડબલ નિમોનિયાથી પીડિત થયા બાદ પોપ ફ્રાન્સિસ 38 દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન એવા પોપ ફ્રાન્સિસના અવસાન પર દુનિયાભરના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, પોપ ફ્રાન્સિસ ભારતીયો પ્રત્યે ખાસ સ્નેહ રાખતા હતા. આ વચ્ચે તેમના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

સમગ્ર ભારતમાં રાષ્ટ્રીયધ્વજ અડધો ઝુકાવવામાં આવશે

Gujarati

IPL 2025: કોલકાતાની વધુ એક શરમજનક હાર, ગુજરાતે 39 રનથી મેચ જીતી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ, KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતમાંથી ગિલના 90 અને સાઈ સુદર્શનના શાનદાર અર્ધશતકના આધારે KKR માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં, KKR 8 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 158 રન બનાવી શક્યું હતું. 

KKRની બેટિંગ કેવી રહી ?

Gujarati

IPLની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આમને-સામને

ઇન્ડિયન પ્રીમિયર લીગની 39મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાવવા જઈ રહી છે. જ્યારે રવિવારે રમાયેલી 2 મેચ પૈકીની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પંજાબ સામે 7 વિકેટે જીત થઈ હતી, ત્યારે બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું હતું.

Gujarati

ભારતીય શેરબજાર ફરી ચમક્યું, સેન્સેક્સમાં જોરદાર ઉછાળો

શેરબજાર આજે સોમવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે લીલા રંગમાં ખૂલ્યું હતું. શરૂઆતના ટ્રેડમાં IT, PSU બેંકો અને નાણાકીય સેવાઓના ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી હતી. સવારે 9.29 વાગ્યે, સેન્સેક્સ 396.06 પોઈન્ટ અથવા 0.50 ટકા વધીને 78, 949.26 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 98.20 પોઈન્ટ અથવા 0.41 ટકા વધીને 23,949.85 પર ટ્રેડ કરી રહ્યો હતો.

સકારાત્મક શરૂઆત પછી, નિફ્ટીને 23,700 પર સપોર્ટ મળવાની શક્યતા 

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગરમાં આગમન, એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ વિશ્વ વિદ્યાલયના 29મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થતા મહાનુભાવોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મહાનુભવોએ ફૂલનો ગુલદસ્તો આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અભિવાદન કર્યું હતું. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર ડી.કે.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે

અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેંસ આજે સવારે ચાર -દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચી ગયા છે. ઉપપ્રમુખ જેડી વેંસ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ તીવ્ર બનાવવાની ચર્ચા કરવામાં આવી શકે છે. અમેરિકાના ઉપપ્રમુખ તેમના પ્રતિનિધિ મંડળની સાથે દિલ્હીના અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે, સાથે જ  તેઓ અમેરિકા જતાં પહેલાં જયપુર અને આગ્રાની મુલાકાત પણ લેશે.  

Gujarati

આજે 17મો સિવિલ સેવા દિવસ, PM મોદી લોક સેવકોને કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે દેશભરના લોક સેવકોને સંબોધિત કરશે. આ સતત સાતમી વાર છે, જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસેવા દિવસ પર અધિકારીઓને સંબોધિત કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી સમગ્ર વિકાસ અને નવાચારો પર પુસ્તકોનું વિમોચન કરશે. પ્રસંગે નવી દિલ્હીમાં નાગરિક કર્મચારીઓને સંબોધન કરશે. જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી એવોર્ડ પણ આપશે.

 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
apply