Skip to main content
Settings Settings for Dark

narendra modi

Live TV

X

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના ઉત્સવમાં વીડિયો કોન્ફરન્સથી સામેલ થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહાછઠના પ્રસંગે કોલકાતામાં થનારી દુર્ગપુજામાં વીડિયો કોન્ફરન્સથી સામેલ થયા હતા. તેમણે દુર્ગા પૂજા બાદ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા વિના ભારતનું અસ્તિત્વ અધુરૂ છે. દુર્ગા પૂજા ભારતની નારી શક્તિના સન્માનનું પ્રતિક છે અને તે દરેક પરિસ્થિતિમાં સંઘર્ષ સામે કઈ રીતે લડવું તે શીખવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દેશની આઝાદી માટે પશ્ચિમ બંગાળના લડવૈયાઓએ આપેલા બલિદાનને તેમના કામોને યાદ કરી પશ્ચિમ બંગાળની ભૂમિને વંદન કર્યા હતા.

Gujarati

પોલીસ સ્મૃતિ દિવસ: માતૃભુમી અને દેશવાસીઓની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શૂરવીરોનો દિવસ

આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. માતૃભુમી અને દેશવાસીઓની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શૂરવીરોનો આજે દિવસ છે. પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શહીદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી અને કહ્યું કે, પોલીસ સ્મૃતિ દિવસ સમગ્ર ભારતમાં પોલીસ અને તેમના પરિવારોનો આભાર માનવાનો દિવસ છે. કર્તવ્યોનું પાલન કરતા સમયે શહીદ થયેલા તમામ પોલીસ કર્મીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના બલિદાન અને સેવાને હમેશા યાદ રાખવામાં આવશે. કાયદો તથા વ્યવસ્થા સંભાળવાથી લઇ ભયંકર ગુના શોધી કાઢવા સુધી, કુદરતી હોનારતોથી લઇ કોવીડ-19 મહામારી સામે લડવા સુધી પોલીસ કર્મી પોતાનું યોગદાન આપે છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ પર વર્ચુઅલ સંમેલન રાઇઝ-2020નું કરશે ઉદ્ધાટન

સામાજિક અને આર્થિક નીતિઓને વધુ અસરકારક રીતે અમલી બનાવવા માટે ટેકનોલોજીએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રિસ્પોંસિબલ એ.આઈ. સોશિયલ એમ્પાવરમેન્ટ 2020 રાઈસ સમિટનું ઉદ્ઘાટન કરશે, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય અને નીતિ આયોગેમ આર્ટિફિશિયલ ઇંતેલીજ્ન્સ સંદર્ભે એક ઓનલાઈન સમ્મેલનનું આજથી નવમી ઓક્ટોબર સુધી આયોજન કર્યું છે. રાઈસ 2020માં સ્વાસ્થ્ય દેખરેખ, કૃષિ શિક્ષણ, સ્માર્ટ મોબિલિટી તેમજ ક્ષેત્રોમાં સામાજિક પરીવર્તન, સમાવેશન એન સશક્તિકરણ અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે.

Gujarati

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં સંબોધી જાહેર સભા

Gujarati

જાણો પ્રધાનમંત્રી મોદીએ વલસાડમાં કઈ કઈ યોજાનાઓનું કર્યું લોકાર્પણ એક જ ક્લિક પર 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સવારે વાયુસેનાના વિમાનમાં ગુજરાતની એક દિવસીય મુલાકાતે સુરત આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી ત્યારબાદ વલસાડ જિલ્લા ના જૂજવા ગામે પહોંચ્યા હતા. ત્યાં ગ્રામીણ વિકાસ વિષયે આયોજીત પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ જૂજવા ગામે આયોજીત રેલીમાં આગેવાનોએ પ્રધાનમંત્રીને પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.

Gujarati

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે વિવિધ વિકાસના કામોનું કરશે લોકાર્પણ

આવતીકાલે એટલે 23મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. જેમાં જૂનાગઢ ખાતે G.M.E.R.S. સંચાલિત મેડિકલ કોલેજના પરિસરમાં નૂતન સિવિલ હોસ્પિટલ ઉપરાંત રિનોવેટ કરાયેલા શામળદાસ ગાંધી ટાઉન હોલનું લોકાર્પણ કરશે. આ સાથે ૪ કરોડ ૧૬ લાખના ખર્ચે તૈયાર કરાયેલા જૂનાગઢ સાબલપુર બ્રીજ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પોલિટેક્નિક કોલેજનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. વિશેષમાં નરશી મેહતા સરોવરના બ્યુટીફીકેશન માટેની કામગીરીનું ખાતમહૂર્ત કરશે.

Gujarati

આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન વલસાડ જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ વેળાએ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પણ સાથે રહેશે. વડાપ્રધાનશ્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ નવી દિલ્હી થી સવારે 10.15 કલાકે વાયુદળના વિમાનમાં સુરત હવાઈ મથકે આવી પહોંચશે. ત્યાંથી 10.50 કલાકે વલસાડ પહોંચીને અગિયાર કલાકે જૂજવા ગામ પહોંચશે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ અતર્ગત રૂ.

Gujarati

પીએમ મોદીનું સ્વીડનના પ્રધાનમંત્રીએ પ્રૉટૉકૉલ તોડી કર્યું ભવ્ય સ્વાગત

પાંચ દિવસોની વિદેશ યાત્રા પર રવાના થયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 એપ્રિલની મોડી રાત્રે પહેલા મુકામ સ્વીડન પહોંચ્યા હતા. ત્યાં સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટીફન લૉફવેને શ્રી મોદીનું વિમાન મથક પર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી આ યાત્રા પર વેપાર અને મૂડી રોકાણ સહિત અનેક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ભાર મૂકશે.

Gujarati

વડા પ્રધાન મોદીની 20 એપ્રિલે મેર્કેલ સાથે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડન અને યુ.કે.ની મુલાકાત પૂરી કર્યા પછી જર્મનીમાં રોકાણ દરમિયાન તેનાં ચાન્સેલર એન્જેલા મેર્કેલને મળશે. 
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે "જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મેર્કેલના સૂચન પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડન અને યુનાઇટેડ કિંગડમની તેમની મુલાકાતો પૂરી કર્યા બાદ 20 એપ્રિલે બર્લિનમાં ટૂંકું રોકાણ કરશે."
તેમની મુલાકાતમાં વડા પ્રધાન ચાન્સેલર મેર્કેલને મળશે અને બંને નેતાઓ દ્વિપક્ષી, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરશે. 

Gujarati

રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ સેવા નિવૃત થઇ રહેલા સાંસદોને વિદાય ભાષણ આપ્યું હતું

લોકસભામાં આજે 17મા દિવસે પણ વિપક્ષના હોબાળાને કારણે લોકસભા સ્થગિત કરાઈ હતી. રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવા નિવૃત થઇ રહેલા સાંસદોને વિદાય ભાષણ આપ્યું હતું. તેમજ નવા સાંસદોનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ સેવા નિવૃત થઇ રહેલા સાંસદોને સંબોધતા સાંસદ શ્રી કુરિયનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કુરિયનનો હસતો ચહેરો ભૂલી નહીં શકાય. તો બીજી તરફ શ્રી કુરિયને જણાવ્યું હતું કે 80ના દશકથી હું સાંસદ છું, પણ સંસદમાં આવો હોબાળો ક્યારેય નથી જોયો. સંસદને ચાલવા દેવી તે એક સંસદ સભ્યની ફરજ છે, જેમાં દરેક સભ્યનું યોગદાન હોવું જોઇએ.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply