Skip to main content
Settings Settings for Dark

narendra modi

Live TV

X

આજે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી

દરેક જીવંત વ્યક્તિ એક ગ્રાહક છે. જેને જાહેર કે ખાનગી તમામ પ્રકારના આર્થિક નિર્ણયોથી અસર પહોંચે છે. આમ છતાં આ વિશાળ વર્ગની વાત મહદંશે હાથ ધરવામાં આવતી નથી. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હોન એફ કેનેડીએ 1962ની 15મી માર્ચે આ વાત કહી
હતી. જેના અનુસંધાને અનવર ફઝલ નામના ગ્રાહક અધિકાર કાર્યકરે આ દિવસને ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂકયો હતો. વર્ષ 1983થી 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ગ્રાહકોને તેમના હકો વિશે
જાગૃત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ આ તકે પૌરાણિક કાળથી અર્થશાસ્ત્રને સાંકળીને ગ્રાહકોના હકો વિશે વાત કરી હતી.
  

 

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'ટીબી મુક્ત ભારત' કાર્યક્રમનો શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'ટીબી મુક્ત ભારત' કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. સાઉથ એશિયા રિજ્યન અને સ્ટોપ ટીબી પાર્ટનરશીપ દ્વારા ટીબી મુક્તિ માટેના અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રીએ કરાવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા અને રાજ્ય આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલ સહિત નાઈજિરિયા અને ઈન્ડોનેશિયાના આરોગ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વ્યાપક પ્રયાસો છતાં ટીબીથી મુક્તિ મેળવી શકાઈ નથી. આ દિશામાં વધારે પ્રયાસો જરૂરી છે. ભારત સાથે જોડાયેલા દેશોને ટીબી મુક્તિના અભિયાન માટે જોઈએ એ તમામ મદદ કરવામાં આવશે.

Gujarati

પ્રધાનમંત્રી મોદી અને  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને હોળી પર્વની શુભેચ્છા આપી 

દેશભરમાં રંગોનો તહેવાર હોળી - ધૂળેટી હર્ષોલ્લાસ અને કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને હોળી પર્વની શુભેચ્છા આપતા દેશમાં શાંતિ અને ઓખલાસ વધશે તેવી કામના વ્યક્ત કરી હતી.

होली के पावन अवसर पर सभी देश-वासियों को बधाई और शुभकामनाएं! रंगों का यह त्यौहार हमारे समाज में आपसी सौहार्द का जश्न है। मेरी कामना है कि हर एक के जीवन में यह पर्व शांति, सुख और समृद्धि लाए – राष्ट्रपति कोविन्द

Gujarati

23 ફેબ્રુઆરીના સાંજના સાત વાગ્યાના સમાચાર વિગતે

હેડલાઈન્સ

1. વર્ષમાં 70 હજાર યુવાનોને સરકારી નોકરી આપ્યાનો રાજ્ય સરકારનો દાવો - સમગ્ર દેશમાં આટલી મોટી સંખ્યામાં પારદર્શિતાથી ભરતી કરનાર ગુજરાત રાજ્ય અગ્રેસર - બજેટ દરમિયાન રોજગારી આપવાના લક્ષ્યાંક પર આગળ વધી સરકાર

2 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમનું કર્યું ઉદ્ઘાટન - ડ્રેનેજ વોટર ,વેસ્ટ કલેક્શન, ટ્રાફિક સમસ્યા તેમજ નાગરિકોની સુરક્ષા થશે વધુ સુનિશ્ચિત

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ મેગ્નેટીક મહારાષ્ટ્ર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટને મૂકી ખુલ્લી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઇમાં મેગ્નેટીક મહારાષ્ટ્ર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું, કે આ આયોજન સહકારી સ્પર્ધાત્મક સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે તેમણે કહ્યું, કે આજે દેશના બધા રાજયોમાં અંદરોઅંદર સ્પર્ધા થઇ રહી છે. તેમણે ઉમેર્યું, કે સરકાર દ્વારા નિયમો સરળ બનાવવામાં આવી રહ્યા છે, તેમજ જયાં કાયદા બદલવાની જરૂરિયાત છે ત્યાં કાયદામાં ફેરફાર કરાઇ રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું, કે રાજય સરકારના સતત પ્રયત્નોએ, વર્લ્ડ બેંકની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકિગમાં પરિવર્તન લાવવામાં મદદ કરી છે.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આઈટી પરના વર્લ્ડ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસુરુથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરના વર્લ્ડ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, ભારતમાં માત્ર નવીન સાહસિકોની વધતી જતી સંખ્યા જ નથી, પરંતુ ટેકનો ઇનોવેશન માટે પણ મોટું બજાર છે. ભારત તમામ ક્ષેત્રોમાં ડિજીટલ નવીનીકરણનો હોટ સ્પોટ છે.  ડિજિટલ ઇન્ડિયા જીવનનો એક માર્ગ બની ગયો છે. વધુમાં પીએમએ જણાવ્યું હતું કે કેટલાક વર્ષો પહેલા આવા સર્વગ્રાહી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અશક્ય હતું તે આજે સફળતાપૂર્વક કરી શકાય છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલમાં રાજ્યના આધુનિક સચિવાલયનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના અરૂણાચલ પ્રવાસના ભાગરૂપે ઈટાનગર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી અરૂણાચલના પરંપરાગત પોષાકમાં જોવા મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ આધુનિક સભાગૃહ દોરજી ખાંડુનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના આધુનિક સચિવાલયનું પણ પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી અરૂણાચલ મુલાકાત વખતે નાહરલગુનમાં તૈયાર થનારી મેડિકલ કોલેજની અકાદમી ઈમારતનો શિલારોપણ વિધી પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અરૂણાચલ માટે દિલ્હીથી બે વાર દોડનારી ટ્રેનની પણ જાહેરાત કરી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply