જમ્મુ-કાશ્મીર: નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ; 9નાં મોત, DGPએ આતંકી કનેક્શન નકાર્યું
પોલીસ કંટ્રોલ રૂમ (પીસીઆર) ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ડીજીપીએ જણાવ્યું કે ફરીદાબાદથી નૌગામ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રીનો નમૂના લેવાની પ્રક્રિયા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી."વિસ્ફોટક સામગ્રીના અસ્થિર અને સંવેદનશીલ સ્વભાવને કારણે, તેને અત્યંત સાવધાની સાથે સંભાળવામાં આવી રહી હતી. કમનસીબે, શુક્રવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે, જપ્ત કરાયેલ સામગ્રી આકસ્મિક રીતે વિસ્ફોટ થઈ ગઈ."