Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વીજ વિભાગ માટે 'ઊર્જા સંવર્ધનમ' વેબપોર્ટલ કર્યું લૉન્ચ

આ પોર્ટલ વીજ ઉત્પાદનથી માંડીને ગ્રાહકોના વીજ વપરાશ સુધીનો તમામ ડેટા સંગ્રહિત કરશે અને ભવિષ્યની યોજનાઓના અમલીકરણ માટે ચાવીરૂપ સાબિત થશે.પોર્ટલમાં રાજ્યના તમામ સબ સ્ટેશન અને સબ ડિવિઝનની માહિતી ફિડ કરવામાં આવી છે. આનાથી કયા વિસ્તારમાં અને કયા સમયે કેટલો વીજ વપરાશ થાય છે, તેનો રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ થશે. ગ્રાહક સેવાઓ સુદૃઢ કરવા માટે વીજ વપરાશ ઉપરાંત લાઇન ટ્રીપ, શટ ડાઉનનો સમયગાળો જેવી તમામ માહિતી આ પોર્ટલ પરથી મળી રહેશે.

Gujarati

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વડોદરામાં ઊર્જા પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી; ઓટોમેશન પર ભાર મૂક્યો

તેમણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ (GUVNL) અને મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ના વિવિધ પ્રોજેક્ટ્સ અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.મુલાકાત દરમિયાન, મંત્રીએ વીજ વિતરણથી માંડીને ફરિયાદ નિવારણ સુધીના દરેક તબક્કામાં ઓટોમેશન (Automation) વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો, જેથી સેવાઓની કાર્યક્ષમતા અને ઝડપમાં વધારો થઈ શકે.મંત્રીએ આ કેન્દ્રની મુલાકાત લીધી, જે ઊર્જા વિભાગના હ્રદય સમાન છે. તેમણે અહીં વીજળીની માંગ અને પુરવઠાનું 24x7 સંતુલન જાળવવાની તથા એનર્જી અકાઉન્ટિંગની વ્યવસ્થા નિહાળી હતી.અહીં ટ્રાન્સફોર્મર અને સ્ટેપ અપ-ડાઉનની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી વીજ સેવાઓ બહેતર બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

Gujarati

NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ 'ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર' નિયુક્ત

આ પ્રસંગે પ્રો. કોલેવે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'પદ્મશ્રી'થી સન્માનિત અને NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસને IAFSના 'ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર' (વૈશ્વિક ફોરેન્સિક રાજદૂત) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.પ્રો. કોલેવે ફોરેન્સિક વિજ્ઞાનને વૈશ્વિક સ્તરે આગળ વધારવામાં ડૉ. વ્યાસના અનુકરણીય નેતૃત્વની પ્રશંસા કરી હતી.આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં નિયુક્તિ: આ ઉપરાંત, ડૉ. વ્યાસને મે-2026 દરમિયાન સોફિયા, બલ્ગેરિયામાં યોજાનારી આગામી IAFS-2026 કોન્ફરન્સ માટે આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની 136મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, "પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ."આધુનિક ભારતને આકાર આપવામાં તેમના નેતૃત્વ ઉપરાંત, પંડિત નેહરુ બાળકો પ્રત્યેના તેમના ઊંડા સ્નેહ અને ચિંતા માટે પણ યાદગાર છે.

Gujarati

પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદાના ડેડિયાપાડા ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી

પ્રધાનમંત્રી મોદીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યો (લોકાર્પણ અને ખાતમુહૂર્ત)ની ભેટ આપવામાં આવશે.₹7667 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓ, જેમાં 190 આશ્રમ શાળાઓ, 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ખાતમુહૂર્ત અને 01 લાખ પાકા આવાસોનું લોકાર્પણ સામેલ છે. ₹2112 કરોડના વિકાસકાર્યો, જેમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, સ્વાસ્થ્ય, અને પાણી પુરવઠા વિભાગના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

Gujarati

GCS હોસ્પિટલ,અમદાવાદ ખાતે બાળ દિવસની રંગારંગ ઉજવણી

બાળરોગ વિભાગના વડા ડૉ. પ્રાર્થના ખારોડ પટેલના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર ડૉક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં લગભગ 300 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાળકો પોલીસમેન, ભારત માતા, ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, ભગતસિંહ, જવાહરલાલ નેહરુ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ડૉક્ટર, પાયલોટ અને શ્રીકૃષ્ણ જેવા વિવિધ રાષ્ટ્રીય તેમજ પ્રેરણાદાયક પાત્રોના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા, જેણે કાર્યક્રમની શોભા વધારી હતી.

Gujarati

વીમા કંપનીઓએ આરોગ્ય દાવા પતાવટ ઝડપી બનાવવી, પ્રમાણભૂત પ્રોટોકોલ વિકસાવવા: કેન્દ્ર

નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ. નાગરાજુએ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ફુગાવા અને વધતા પ્રીમિયમ ખર્ચ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વીમા કંપનીઓ અને હોસ્પિટલો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ બેઠકમાં જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર ઇન ઇન્ડિયા (AHPI), મેક્સ હેલ્થકેર, ફોર્ટિસ હેલ્થકેર, એપોલો હોસ્પિટલ્સ અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ અને બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની જેવી વીમા કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Gujarati

ગાંધીનગરમાં રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ ગણાવી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રોત્સાહક પરિણામો આવી રહ્યા છે અને ગુજરાત તેનું નેતૃત્વ કરી રહ્યું છે.કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોએ સાબિત કર્યું છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદનમાં ઘટાડો થતો નથી તેમજ જમીન અને પર્યાવરણની ગુણવત્તામાં સુધારો થાય છે.ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે પ્રાકૃતિક કૃષિની પેદાશોના યોગ્ય સર્ટિફિકેશનની વ્યવસ્થા ગોઠવવા રાજ્યપાલએ સૂચન કર્યું.

Gujarati

ભારત-નેપાળ વચ્ચે રેલ માલવાહક પરિવહન વધારવા કરાર પર હસ્તાક્ષર

આ ઉદારીકરણ મુખ્ય ટ્રાન્ઝિટ કોરિડોર - કોલકાતા-જોગબની, કોલકાતા-નૌતાનવા (સુનૌલી) અને વિશાખાપટ્ટનમ-નૌતાનવા (સુનૌલી) સુધી વિસ્તરે છે, જે બંને દેશો વચ્ચે બહુ-મોડલ વેપાર જોડાણ અને ત્રીજા દેશો સાથે નેપાળના વેપારને મજબૂત બનાવે છે.

ભારત અને નેપાળે ટ્રાન્ઝિટ કરારના પ્રોટોકોલમાં સુધારો કરતા પત્રની આપ-લે કરી. ભારતીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને તેમના નેપાળી સમકક્ષ અનિલ કુમાર સિંહા પણ આ પ્રસંગે હાજર હતા.

Gujarati

GCCI અને સિલોન ચેમ્બર ઑફ કોમર્સ વચ્ચે MoU પર હસ્તાક્ષર

દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવું, વ્યાપારિક સહયોગને સરળ બનાવવો અને ભારત-શ્રીલંકાના આર્થિક સંબંધોને મજબૂત બનાવવા.વેબિનાર્સ, વર્ચ્યુઅલ B2B મીટિંગ્સ, કોન્ફરન્સ અને હિસ્સેદારો સાથેની ચર્ચા જેવા કાર્યક્રમોનું આયોજન કરવું. આ કરારથી વાણિજ્યિક આદાનપ્રદાન માટે નવા માર્ગો ખૂલશે.ઉપસ્થિત મહાનુભાવો: GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયર, ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર  મહિષીની કોલોને, મંત્રી કાઉન્સેલર (વાણિજ્ય)  લક્ષ્મેન્દ્ર ગેશન દિસાનાયકે, અને ગુજરાતમાં શ્રીલંકાના માનદ કોન્સુલ રાકેશ શાહ મુખ્યત્વે હાજર રહ્યા હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply