CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નો શુભારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે આજથી ત્રણ દિવસીય સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે... આ કાર્યક્રમમાં રાજ્ય પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા... આ સમિટમાં 600થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે... જ્યારે બે લાખથી પણ વધુ બ્રાહ્મણો ત્રણ દિવસ દરમિયાન આ સમિટની મુલાકાત લેશે...