ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી ડો.જયરામ ગામીત સરસાણા ખાતે 'ગ્લોબલ ફેબ્રિક એક્સ્પો-2026'ને ખુલ્લુ મૂક્યુ
તેમણે એક્ઝિબિશનની મુલાકાત લઈ વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કરી ટેક્સટાઈલ ઉદ્યોગકારો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સુરત દેશનું અગ્રણી ટેક્સટાઈલ હબ છે અને અહીંના ઉદ્યોગકારોએ ગુણવત્તા, નવીનતા અને આધુનિક ટેક્નોલોજીના આધારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આવા એક્ઝિબિશનો સ્થાનિક ઉત્પાદકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનતા હોવાનું તેમણે જણાવ્યું હતું.મંત્રીએ ઉમેર્યું હતું કે, ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત–2047’ના સંકલ્પને સાકાર કરવામાં ટેક્સટાઈલ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકા છે.