વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાતે ટોચના ત્રણ રાજ્યોમાં મેળવ્યુ સ્થાન
રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી આ વૃદ્ધિમાં ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજા સૌથી પસંદગીના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે, જે વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે રાજ્યની વધી રહેલી પ્રતિષ્ઠાને પ્રકાશિત કરે છે. રાષ્ટ્રીય સ્તરે પ્રવાસન ક્ષેત્રની આ પ્રગતિનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને જાય છે, જેમણે ગુજરાતની સંસ્કૃતિ, પ્રાકૃતિક લાક્ષણિકતાઓ અને આધુનિક આકર્ષણ કેન્દ્રોને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે સતત પ્રયાસો કર્યા છે.